Home / Gujarat / Vadodara : Vadodara news: ACB arrests official of Mines and Minerals Department for taking bribe

Vadodara news: ખાણ ખનિજ વિભાગના અધિકારી લાંચ લેતા એસીબીના સકંજામાં

Vadodara news: ખાણ ખનિજ વિભાગના અધિકારી લાંચ લેતા એસીબીના સકંજામાં

Vadodara news: ગુજરાત એસીબીએ આજે વડોદરા ખાણ ખનીજ વિભાગમાં સપાટો  બોલાવ્યો હતો. જેમાં એક હોટલમાં લાંચની રકમ લેતા એસીબીએ કલાર્કને ઝડપી લીધો હતો. ખાણ ખનીજ વિભાગના ઈન્ચાર્જ અધિકારીએ બે લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેથી એસીબીએ છટકું ગોઠવીને વડોદરા શહેરમાં આવેલી એક હોટલમાં જેવા લાંચની રકમ લેવા આવતા સકંજામાં આવી ગયા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી વિગતો અનુસાર, વડોદરા શહેરમાં આવેલી ખાણ ખનીજ વિભાગની કચેરીમાં એસીબીએ લાંચ લેવાના કિસ્સામાં છટકું ગોઠવ્યું હતું. જેમાં હોટલમાં લાંચ લેવા જતા ઈન્ચાર્જ ખાણ ખનીજ અધિકારીએ રૂપિયા બે લાખની જંગી રકમની લાંચ માગી હતી. જે લાંચની રકમ સ્વીકારવા અધિકારીએ કલાર્કજને જણાવ્યું હતું. જેથી કલાર્ક હોટલમાં રૂપિયા લેવા જતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો. ફરિયાદીએ ખાણ ખનીજ વિભાગ પાસેથી માંગી હતી રેતી સ્ટોક કરવાની પરવાનગી. આ મંજૂરી આપવાના અવેજમાં અધિકારીએ માંગી હતી બે લાખની લાંચ. જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા વડોદરાની એક રૅસ્ટોરન્ટમાં લાંચની રકમ લેતા ક્લાર્કને ઝડપાઈ જવા પામ્યો હતો. જે બાદ ઈન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી ફરિયાદ થયા બાદ પલાયન થઈ ગયો હતો.

વડોદરા શહેરમાં ભૂસ્તરશાસ્ત્રીનું આ રીતે નામ ઉછળ્યું હોય તેવી કદાચ પ્રથમ ઘટના છે. આટલી મોટી રકમમાં આ પ્રકારમાં અધિકારી અને સાથીએ આટલી મોટી રકમ કોના ઈશારે માંગી તે મોટો સવાલ થયો છે. હાલ ઈન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર સંકેત પટેલ ફરાર છે. જેના લીધે હાલ એસીબીમાં યુવરાજસિંહ ગોહિલ, કિરણ પરમાર, રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જે પૈકી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ પોલીસ પક્કડ થી દૂર છે. 

આટલી મોટી રકમની આ સ્થળે લાંચ માંગી હોય તેવી વડોદરામાં કદાચ પ્રથમ ઘટના હતી. રોયલ્ટી ઈન્સ્પેક્ટર સંકેત પટેલ ખેડા અને આણંદ જિલ્લામાં મોટી મિલકતો ધરાવે છે. સંકેત પટેલના માતા અલકાબેન પટેલ ડાકોર નગરપાલિકાના કાઉન્સિલર છે. ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર 50માં અલકાબેન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જે બાદ સામ-દામ-દંડ ભેદથી જંગી મતોથી સંકેત પટેલના માતા અલકાબેન વિજય થયો હતો. તેમના વિજય થયા બાદ માતા અલકાબેન પટેલને ભાજપની બોડીમાં બેસાડવામાં સંકેત પટેલનીમોટી ભૂમિકા હોવાનો ખુલાસો થયો છે. 

Related News

Icon