Valsad News: ચોમાસાની દરિયાઈ ભરતી દરમ્યાન દરિયાના પેટાળમાં રહેલો જોખમી કચરો કિનારે આવી જાય છે. પરંતુ આ કચરાની સાથે દરીયામાં ઢોળાતા ઓઇલ કે પછી અન્ય કારણોસર જોવા મળતું ક્રૂડ ઓઇલ ઘન સ્વરૂપે દરિયા કિનારે પ્રસરી જાય છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વિશાળ દરિયા કિનારે હાલ મોટી માત્રામાં આ કચરાની ચાદર પથરાઈ છે.
દરિયાઈ જીવશ્રુષ્ટિ અને પર્યાવરણ માટે જોખમી એવા ઓઇલના ગોળાઓની પથરાયેલી ચાદર એક ચિંતાનો વિષય છે. હાલ ચોમાસામાં માછલી અને દરિયાઈ જીવશ્રુષ્ટિઓના બચ્ચાંઓ મોટા થવાનો સમય છે. ચાર મહિના માછીમારી નહીં થતી હોય દરિયાઈ જીવોના બચ્ચાંઓ દરીયામાં ફરતા હોય છે ત્યારે આ ઓઇલના તારબોલ દરિયાઈ જીવશ્રુષ્ટિ માટે ખતરો છે સાથે માનવ જીવન પર મોટી અસર કરી શકે છે. આ કચરાની ચાદર દર વર્ષે હજારો કિલોમીટર લાંબી પથરાયેલી હોઈ શકે છે.