
Morbi News: મોરબીમાં એક નવનિર્મિત શિવાલયમાં અકસ્માત સર્જાતા બે યુવાનો ઈજાગ્રસ્ત થયા છે. મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના ટીકરમાં નવનિર્મિત શિવાલયમાં પથ્થર પડતા બે યુવાનો ઈજાગ્રસ્ત થયા છે. નવનિર્મિત શિવાલયમાં લાઈટ ફીટીંગ કરતા પથ્થર પડતા બે યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી બંનેને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, શિવાલયમાં લાઈટ ફીટીંગ કરતા સમયે પથ્થર પડ્યો હતો જેમાં બે કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં ધર્મેન્દ્ર મકવાણા અને ધનજીભાઈ એરવાડીયા નામના કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.