Sarangpur Hanumanji Mandir: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુર ધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી Hanumanji મંદિર ખાતે આજે શનિવારના રોજ (ચૈત્ર સુદ પૂનમ) દાદાના દરબારમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે (શનિવારે) શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શુદ્ધ સોનાના 8 કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવ્યા છે.

