આગામી 12 એપ્રિલે ચૈત્રી પૂર્ણિમા, શનિવારના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેને લઇને હાલમાં પૂરજોશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હનુમાન જયંતી મહોત્સવની ઉજવણીને ગણતરીના દિવસો બાકી હોવાથી તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ દાદાના દરબારમાં શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.

