ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં બંને ટીમો શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ આ મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રૂક વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી રહી છે.
સિરાજ-બ્રૂક વચ્ચે બબાલ
આ મેચના ત્રીજા દિવસની વાત કરીએ તો ભારતની શરૂઆત સારી રહી હતી. જેમાં શરૂઆતની ઓવરમાં જ પ્રસિદ્ધ કૃષ્ણાએ સેન્ચ્યુરિયન પોપની વિકેટ લીધી હતી. પરંતુ આ પછી હેરી બ્રૂકે ધીરજથી બેટિંગ કરી હતી. આ દરમિયાન સિરાજ ઓવર નાખવા આવ્યો. જેમાં બ્રૂકે સિરાજની ઓવરનો પહેલો બોલમાં ડિફેન્સ કર્યો અને આ પછી સિરાજ અને બ્રૂક વચ્ચે થોડી રકઝક જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ મેચમાં બ્રૂક સદી નહતો મારી શક્યો. તે 99 રનના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તે પ્રસિદ્ધ કૃષ્ણાની બોલ પર શાર્દુલ ઠાકુરના હાથે કેચ આઉટ થયો હતો. અ પહેલા ભારતીય ટીમે પહેલી ઈનિંગ શુભમન ગિલ, રિષભ પંત અને જયસ્વાલની સદીઓની મદદથી પોતાની પહેલી ઈનિંગમાં 471 રન બનાવ્યા હતા. જ્યારે ભારતની બોલિંગ આવી ત્યારે જસપ્રીત બુમરાહે પંજો ખોલ્યો હતો જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ 465 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને ભારતને પહેલી ઈનિંગમાં લીડ મળી.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
ઈંગ્લેન્ડ: જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રૂક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ અને શોએબ બશીર.