જમ્મુકાશ્મીર પહેલ ગામમાં આતંકી હુમલા બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા મામલે GSTVની ટીમ દ્વારા રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ચંડોળા તળાવ પર સંપૂર્ણ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ફેજ 1માં દોઢ લાખ મીટર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હવે ફેજ 2ની કામગીરી ચાલી રહી છે અને કામગીરી યથાવત રહેશે.
કાયદાકીય જટિલતાને કારણે બચી જવાના ચાન્સ મળતો હતો. પરંતુ કોર્ટમાં લડીને તમામ લીગલ પ્રકારે પ્રક્રિયા પૂર્ણ કરી છે. અમુક પોલિટિકલ પાર્ટીઓ કોર્ટમાં ગઈ તો પણ કોઈ સહારો નહિ મળ્યો. અમે જે પણ કરીયે છે પૂર્ણ પ્લાનિંગ સાથે કરીએ છે. કોઈ જોડે અન્યાય ન થાય અને રાજ્યના હિત માટે કામગીરી કરી રહ્યા છે. કોઈ પણ ઘુસણખોરોને રાખશે, કોઈ પણ પહાના આપશે તો કડકમાં કડક કાર્યવાહી એમના સામે પણ કરવામાં આવશે.
2010માં મોટા પાયે કામગીરી કરવામાં આવી છે. બધા અલગ અલગ રીતે કામગીરી કરતા હોય છે. કોર્ટની કામગીરી જ એક વર્ષ પહેલા હમણાના સમયમાં થઇ રહી છે. કોઈ પણ સ્થાને બાંગ્લાદેશીઓ ઘૂસે તો પકડીને પાછા મોકલવામાં આવશે. ઇન્ડસ્ટ્રીઝના લોકોને એક નોટિસ આપવામાં આવી છે, કોઈને પણ ડોક્યુમેન્ટ વગર નોકરી આપશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.