Home / Gujarat / Surat : Home Minister says, sending sensitive information to India to woman

VIDEO: કચ્છમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ગૃહમંત્રીએ કહ્યું, ભારતની સંવેદનશીલ માહિતી મોકલતો મહિલાને

ગુજરાત પોલીસના એન્ટી ટેરરિઝમ સ્કવોડ (ATS) દ્વારા મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાંથી એક યુવકને પકડવામાં આવ્યો છે, જે પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યો હતો. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપીને સમગ્ર મામલે પ્રકાશ પાડ્યો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે, "હું ગુજરાત ATS ને સૌપ્રથમ અભિનંદન આપું છું કે જેમણે સમયસર કાર્યવાહી કરીને દેશદ્રોહી પ્રવૃત્તિમાં સંડોવાયેલા એક શખ્સને પકડી પાડ્યો છે. આ ગુજરાત પોલીસ માટે તેમજ રાજ્ય માટે ગૌરવની વાત છે કે તેમણે પ્રોએક્ટિવ પોલીસિંગ દ્વારા આ ખતરનાક કાવતરાને નિષ્ફળ બનાવ્યું."

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મહિલાને આપી રહ્યો હતો સંવેદનશીલ માહિતી

પ્રાપ્ત વિગતો અનુસાર પકડાયેલ શખ્સ કચ્છનો રહેવાસી છે. તે ભારતીય નૌકાદળ (Indian Navy) અને બીએસએફ (BSF) જેવી સંવેદનશીલ સુરક્ષા એજન્સીઓ અંગેની મહત્ત્વપૂર્ણ માહિતી પાકિસ્તાની મહિલાને મોકલતો હતો. મહિલાએ તેને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કર્યો હતો અને માહિતીના બદલામાં પૈસાની લાલચ આપી હતી.

ભારતીય સિમકાર્ડથી WhatsApp એક્સેસ

આ શખ્સે પોતાના નામે ભારતમાં સિમકાર્ડ ખરીદ્યું હતું. તે સિમકાર્ડના માધ્યમથી WhatsApp અકાઉન્ટ બનાવવામાં આવ્યું અને તેનો એક્સેસ સીધો જ પાકિસ્તાની મહિલાને આપવામાં આવ્યો. આ રીતે ભારતની અંદર બેઠો શખ્સ પાકિસ્તાની નાગરિક સાથે સીધો સંપર્કમાં હતો અને ગુપ્ત માહિતી શેર કરી રહ્યો હતો. ગુજરાત ATS હવે આ શખ્સની કડક પૂછપરછ કરી રહી છે અને એની પાસેથી વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસના દોરાનમાં પકડાયેલા શખ્સ સાથે સંબંધિત અન્ય વ્યક્તિઓ અને તેમનાં સંપર્કોના રેકોર્ડ પણ ખંખેરી રહ્યાં છે જેથી જાસૂસીના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.

 

 

 

Related News

Icon