
મહેસાણા: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોમામાં ગયેલ આશા વર્કરના ખબર-અંતર હોસ્પિટલ પહોંચ્યા હતા. કડીના વણસોલ ગામે આશાવર્કર મહિલા અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં ઘાયલ થતા આશા વર્કર બહેન કોમામાં જતી રહી હતી.
https://twitter.com/GSTV_NEWS/status/1932436187236405339
કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં આશા વર્કર બહેનને સારવાર અપાઇ રહી છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલમાં રૂબરૂ જઈ આશા વર્કર બહેનની ખબર પૂછી હતી. 15 વર્ષથી કંચનબેન મેલાભાઈ સેનામાં આશા વર્કર તરીકે ફરજ બજાવે છે. કડી નજીક અકસ્માત નડતા કંચનબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બે દિવસથી સારવાર હેઠળ મહિલાના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખબર અંતર પૂછ્યા હતા અને મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવા પણ સૂચન આપ્યું હતું.