Home / Gujarat / Surat : Brain hemorrhage woman donates organs

Surat News: બ્રેઈન હેમરેજ મહિલાના અંગોનું દાન, હાથ, કીડની, લીવર અને આંખોથી છને મળ્યું નવજીવન

Surat News: બ્રેઈન હેમરેજ મહિલાના અંગોનું દાન, હાથ, કીડની, લીવર અને આંખોથી છને મળ્યું નવજીવન

સુરતને ભારતમાં “ઓર્ગન સીટી” તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાંથી ફરી એકવાર માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે. પાસોદરા ખાતે રહેતા ૫૭ વર્ષીય ક્રિષ્નાબેન હસમુખભાઈ પટેલના હાથ, કિડની, લીવર અને આંખોનું મહાદાન કરવામાં આવ્યું. આ દાનના માધ્યમથી છ અલગ વ્યક્તિઓને નવી જિંદગી મળી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઊંઘમાં જ બ્રેઈન હેમરેજ થયું

તા.૧૧-૦૪-૨૦૨૫ નારોજ દર્દી નામે ક્રિષ્નાબેન હસમુખભાઈ પટેલને સવારે તેમના પુત્રવધુએ નિત્યક્રમ પ્રમાણે તેમના રૂમમાં જગાડવા ગયા હતા. પરતું તેમના સાસુ જાગ્યા ન હતા, તે નિંદ્રા માં હોઈ અને ઘણી વાર હેલ્થ સારી ના હોઈ તો મોડે સુધી સુતા હોઈ એવું સમજી તેઓ ત્યાંથી પોતાના ઘરકામે લાગી ગયા હતા પરંતુ બપોરે ૧૨:૦૦વાગ્યાના આસપાસે તેમના પુત્રવધુ ફરી થી જગાડવા જતા તેમને પોતાના સાસુની પરિસ્થિતિ અજુગતા લગતા તેમને તુરંત પોતાના પતિને જાણ કરી જેથી પાર્થ પટેલ પોતાનું કામ મૂકી ઘરે આવતા પોતાના મમ્મીને દર્દીને ચીકુવાડી ખાતે ડાયમંડ હોસ્પિટલ માં લઇ આવ્યા હતા.

બ્રેઈનડેડ જાહેર કરાયા

હોસ્પિટલમાં ફરજ પરના ડો.ગૌરવ રેયાણી અને ડો. હિતેશ ચિત્રોડા સાહેબે તપાસ કરતા દર્દીને બ્રેઈન હેમરેજ જણાઈ આવતાં તેમનું ઇમરજન્સીમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન બાદ તેમની સારવાર માટે ICU માં રાખવામાં આવેલ હતા. ૪૮ કલાકના સમયબાદ પણ તબિયત માં સુધારો ના જણાતા ફરીથી તેમના રિપોર્ટ કરતા દર્દીને ડો.ગૌરવ રેયાણી,ડો. હિતેશ ચિત્રોડા  અને મેડીકલ એડમીન ડો. હરેશ પાગડા સાહેબે દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ન્યુરોસર્જન હિતેશ ચિત્રોડા સાહેબ અને ડાયમંડ હોસ્પિટલ- મેડીકલ એડમીન ડો. હરેશ પાગડા સાહેબે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરતના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, ડો. નિલેશ કાછડીયા, વિપુલ તળાવિયા નો સંપર્ક કર્યો હતો.

પરિવારે અંગદાનની સંમતિ આપી

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ ડાયમંડ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલ ક્રિષ્નાબેનના પરિવારના બધા સભ્યો સાથે મળ્યા. ક્રિષ્નાબેનના પતિ હસમુખભાઈ અને તેમના દીકરા પાર્થભાઈ અને એમના પુત્રવધુ સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે, ક્રિષ્નાબેનના સસરા નામે ઘનશ્યામભાઈ પટેલ ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા અને હંમેશને માટે બીજા લોકો ની સેવા માટે તત્પર રહેતા હતા આ પરિવાર ઘણી સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલ હતા.અંગદાન કરવાથી બીજા અનેક લોકોને નવું જીવન મળતું હોઈ એ વિશેષ મહત્વ સમજીને આ સુંદર વિચારને સમયનો દુરુપયોગ કર્યા વગર દર્દીના પતિએ સ્વેચ્છિક રીતે અંગદાન કરવા માટેની તેયારી બતાવી, પટેલ પરિવારના યુવાનો અને વડીલો દ્વારા આ અંગદાન એજ શ્રેષ્ઠદાન છે જેને સાર્થક કરવા સાથે રહીને હુંફ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે ક્રિષ્નાબેનના અંગોનું અંગદાન કરવાની સહમતી આપી હતી.

છ લોકોને મળશે નવજીવન

અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ડાયમંડ હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, ડાયમંડ હોસ્પિટલ તથા પટેલ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન એજ સર્વશ્રેષ્ઠ દાન છે જેમનું એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવાર દ્વારા અંગદાનના સંકલ્પ અને સુંદર વિચાર થકી  હાથ, કીડની, લીવર અને બંને આંખોના દાન દ્વારા અન્ય છ લોકોને જીવનદાન મળ્યું. અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલ દ્વારા લીવર અને બંને કીડની નું દાન, ચેન્નાઈ ખાતે ગ્લેનેગલ્સ હોસ્પિટલ દ્વારા  હાથનું દાન અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંક,સુરત ખાતે ડો.પ્રફુલ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.

Related News

Icon