ભારતીય વાયુસેનાએ Operation Sindoorમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેણે પીઓકેમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને ટીઆરએફ જેવા આતંકવાદી સંગઠનોના મુખ્ય તાલીમ અને લોન્ચિંગ પેડ્સનો નાશ કર્યો હતો. આ દરમિયાન, એક કાશ્મીરી વ્યક્તિની ખૂબ ચર્ચા થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાઇલટે રાફેલ ઉડાવ્યું અને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો. તે બહાદુર રાફેલ પાઇલટનું નામ વિંગ કમાન્ડર હિલાલ અહેમદ છે. તે રાફેલ ઉડાવનાર પ્રથમ કાશ્મીરી મુસ્લિમ પાઇલટ છે અને ઓપરેશન સિંદૂરમાં ભાગ લીધો હોવાનો દાવો સોશિયલ મીડિયામાં કરવામાં આવ્યો છે. જોકે આ ઓપરેશનમાં તેમની હિસ્સેદારી ની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ તેમની પ્રોફાઇલ અને અનુભવને ધ્યાનમાં રાખીને આ અટકળો સ્વાભાવિક છે.

