
IPLના 18 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત RCB ટીમે પહેલીવાર IPL ટ્રોફી જીતી છે. આ સાથે વિરાટ કોહલીની લાંબી રાહ પણ સમાપ્ત થઈ. આ IPL ટાઇટલ સાથે કોહલીની ટ્રોફી કેબિનેટ પૂર્ણ થઈ ગઈ છે. ODI અને T20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને હવે IPL. RCBની આ ઐતિહાસિક જીતથી તે ભાવુક થઈ ગયો. તેની આંખોમાંથી આંસુ આવી ગયા.
કોહલી ભાવુક થયો
આરસીબી જીતતાની સાથે જ વિરાટ કોહલી એટલો ભાવુક થઈ ગયો કે તેના સાથી ખેલાડીઓએ તેને સાંત્વના આપવી પડી.
અનુષ્કા શર્મા હંમેશા કોહલી સાથે ખડકની જેમ ઉભી રહી
ફાઇનલ જીત્યા પછી જ્યારે વિરાટ કોહલી ભાવુક થયો ત્યારે તેની પત્ની અનુષ્કા શર્મા પણ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે કોહલીને ગળે લગાવીને સાંત્વના આપી હતી. તે દરેક સારા અને પડકારજનક સમયમાં વિરાટ સાથે ખડકની જેમ ઉભી રહી છે. એટલા માટે IPL ટ્રોફી સાથે બંનેના ફોટા ખૂબ જ ખાસ છે.
કેપ્ટન પાટીદારે કોહલી માટે IPL જીત્યું
રજત પાટીદારને RCBને પહેલીવાર IPL ચેમ્પિયન બનાવવાનો શ્રેય છે. તેમણે કેપ્ટનશીપના પહેલા જ વર્ષમાં ઇતિહાસ રચ્યો. ફાઇનલ પહેલા તેમણે કહ્યું હતું કે તેની ટીમ વિરાટ કોહલી માટે આ IPL જીતશે. તેને સાચું કરી બતાવ્યું. આ તસવીરમાં કોહલી અને પાટીદારની ખુશી સ્પષ્ટ દેખાય છે.
RCB બ્રિગેડ
યુનિવર્સ બોસ ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સ પણ RCB અને વિરાટ કોહલીની આ સિદ્ધિની ઉજવણીમાં જોડાયા હતા.
ચેમ્પિયન
આને કહેવાય સપનું પૂર્ણ થવું
જ્યારે દરેક પગલે હોય જીવનસાથી
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ખુશી જણાવી રહી જેમ 18 વર્ષના લાંબા વનવાસ પૂર્ણ થયો હોય.