Home / Sports / Hindi : Virat Kohli's mood deteriorated during the victory celebration at Chinnaswamy

ચિન્નાસ્વામીમાં જીતની ઉજવણી દરમિયાન બગડ્યો Virat Kohliનો મૂડ, કહ્યું- 'મારી પાસે વધુ સમય...'

ચિન્નાસ્વામીમાં જીતની ઉજવણી દરમિયાન બગડ્યો Virat Kohliનો મૂડ, કહ્યું- 'મારી પાસે વધુ સમય...'

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) એ પ્રથમ વખત IPL ટ્રોફી પોતાના નામે કરતા તેની ભવ્ય ઉજવણી થઈ રહી છે. રજત પાટીદારના નેતૃત્વ હેઠળ RCB એ IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સ (PBKS) ને હરાવી ફેન્સની 18 વર્ષની નિરાશા ખતમ કરી છે. ગઈકાલે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલી (Virat Kohli) જ્યારે ફેન્સને સંબોધિત કરી રહ્યો હતો, ત્યારે સ્ટેડિયમ કોહલી, કોહલી, RCB, RCBના નામથી ગૂંજી ઉઠ્યું હતું. તેને બોલવા જ નહતો દીધો. જેથી કોહલી (Virat Kohli) નો મૂડ બે વખત ખરાબ થયો હતો. કોહલી IPLની શરૂઆતથી RCBનો હિસ્સો રહ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'મારી પાસે વધુ સમય નથી'

કોહલી (Virat Kohli) એ સ્ટેડિયમમાં જેવું સંબોધન શરૂ કર્યું તો સ્ટેડિયમમાં ઉપસ્થિત ફેન્સે RCB અને કોહલીના નામનો સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. ત્યારબાદ કોહલી (Virat Kohli) બોલતા થંભી ગયો હતો. તેણે ફરી બોલવાનો પ્રયાસ કર્યો પરંતુ ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને હતો. જેથી કોહલી (Virat Kohli) બોલી ન શક્યો. બાદમાં હોસ્ટ દાનિશે લોકોને આજીજી કરવી પડી કે, "તમે બધા શાંત થાવ, કોહલીને બોલવા દો." પ્રેક્ષકો શાંત થતા કોહલી (Virat Kohli) એ કહ્યું કે, "મારી પાસે વધુ સમય નથી. મને બોલવા દો. હું કેપ્ટનની વાતોને સમર્થન આપતા મારી વાત શરૂ કરીશ. આ હવે 'ઈ સાલા કપ નમદે' નથી રહ્યું, પરંતુ આ હવે 'ઈ સાલા કપ નમદૂ' છે."

આ જીત બધા માટે છે

કોહલી (Virat Kohli) એ આગળ કહ્યું કે, "અમે કરી બતાવ્યું અને આ જીત માત્ર મારા અને છેલ્લા 18 વર્ષ માટે નથી, પરંતુ તમારા બધા માટે છે. ફેન્સ અને જે લોકોએ અમને સપોર્ટ કર્યો છે, તેમના માટે છે. ખાસ કરીને તમારા માટે છે. તમે બધાએ આટલા વર્ષોમાં જે વિશ્વાસ અને પ્રેમ બતાવ્યો છે, તે અત્યંત ખાસ છે. મેં તમારા જેવા ફેન્સ ક્યારેય નથી જોયા." ઉલ્લેખનીય છે, કોહલી (Virat Kohli) એ 18મી સિઝનમાં ઉમદા બેટિંગ કરી હતી. તેણે RCB માટે 15 મેચમાં 657 રન બનાવ્યા હતા. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં તે ત્રીજા સ્થાને રહ્યો છે. તેણે ફાઈનલમાં 43 રન ફટકાર્યા હતા.

RCBની જીત માતમમાં ફેરવાઈ

RCBની જીતની ઉજવણી ગઈકાલે (4 જૂન) માતમમાં ફેરવાઈ છે. આ ઉજવણીમાં સામેલ થવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. ફેન્સે સ્ટેડિયમની અંદર જવા માટેનો પ્રયાસ કર્યો હતો. જેમાં નાસભાગ મચતા 11 લોકો માર્યા ગયા હતા. આશરે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ટીમની એક ઝલક મેળવવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. પોલીસ ભીડ પર કાબૂ નહતી મેળવી શકી. તેના માટે બળ પ્રયોગનો ઉપયોગ કરવો પડ્યો હતો. ફેન્સ સ્ટેડિયમની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Related News

Icon