Home / Religion : All the problems of people of this zodiac sign will be solved.

9 જુલાઈ 2025, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકો લેશે મહત્ત્વના નિર્ણય

9 જુલાઈ 2025, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકો લેશે મહત્ત્વના નિર્ણય

મેષ : દેશ પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર ચાકરવર્ગનો સહકાર મળી રહે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વૃષભ : આપને મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકો. અગત્યના કામનો ઉકેલ આવવાથી કામ કરવાનો ઉત્સાહ રહે.

મિથુન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. આપના કામમાં અન્યનો સાથ મળી રહે. રાજકીય સરકારી કામ થાય.

કર્ક : આપના કાર્યની સાથે સાસરીપક્ષ મોસાળ પક્ષનં કામકાજ રહે. દોડધામ શ્રમ ખર્ચ જણાય. કામનો ઉકેલ આવે.

સિંહ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

કન્યા : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન મકાન વાહનના કામમાં મુશ્કેલી અનુભવાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

તુલા : આપના કામમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃશ્ચિક : આપને કામકાજમાં સાનુકુળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સરળતા રહે. કામનો ઉકેલ આવે.

ધન : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા દ્વિધા જણાય.

મકર : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામ કરવું. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.

કુંભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઇ શકે.

મીન : જમીન મકાન વાહન અંગેના કામનો ઉકેલ આવતો જાય. મિત્રવર્ગનો સહકાર મળી રહેતાં રાહત રહે.

Related News

Icon