મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ( MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ઇન્ડિયન બેન્કસ એસોસિએશન (IBA)ને ધમકીભર્યા સ્વરમાં પત્ર લખીને કહ્યું છે કે તેઓ બેંકોને RBI (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા)ના ધારા ધોરણ મુજબ ફરજિયાત પણે તેમની સેવાઓમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવાનો આદેશ જારી કરે અન્યથા મનસેને આંદોલન તીવ્ર બનાવવું પડશે, એવી ચીમકી પણ આપી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતીય સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને મનસેની માન્યતા રદ કરવાની દાદ માગી છે જેને લઇ મનસે ફરી વીફરી છે.

