ડોનાલ્ડ ટ્રમ્પે બિગ બ્યૂટીફૂલ બિલ સંસદમાં પાસ કરાવ્યું એ પછી હવે બજેટમાં ફાળવણી પણ થઈ ગઈ છે. નવા કાયદા પ્રમાણે ગેરકાયદે વસાહતીઓ સામે કાર્યવાહી કરવા માટે અમેરિકન સંસદે ૧૭૦ અબજ ડોલર જેવી માતબર રકમ ફાળવી છે. તેના કારણે અમેરિકામાં આગામી મહિનાઓમાં ગેરકાયદે વસાહતીઓ સામે આકરાં પગલાં ભરાશે. તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવા માટેની તૈયારી પણ કરી દેવાઈ છે. તે ઉપરાંત બોર્ડર પર દીવાલ બાંધવાથી લઈને ચાંપતી નજર રાખવા માટે પણ બજેટ વધારાયું છે.

