
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત તરફથી પાકિસ્તાન વિરૂદ્ધ એક્શન ચાલુ છે. આ વચ્ચે ભારતે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના એક્સ હેન્ડલને સસ્પેન્ડ કર્યા છે. આ પહેલા ભારતમાં પાકિસ્તાનના વડાપ્રધાન સહિત કેટલાક મંત્રી, ક્રિકેટર્સ, મીડિયા સંસ્થા અને યૂ ટ્યુબ એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
https://twitter.com/AHindinews/status/1918919691382243657
મળતી માહિતી અનુસાર, ઇમરાન ખાન અને બિલાવલ ભુટ્ટોના એક્સ હેન્ડલ સસ્પેન્ડ થયા પહેલા ભારતે પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ, મંત્રી ઇશાક ડાક, ખ્વાજા આસિફ સહિત કેટલાક પાકિસ્તાની મંત્રીઓના એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા હતા.
ભારત સરકારે માત્ર પાકિસ્તાની મંત્રીઓ જ નહીં પણ કેટલાક એક્ટરની યૂ ટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ ભારતમાં બ્લોક કરી દીધા છે. બ્લોક કરવામાં આવેલા ઇંસ્ટાગ્રામ એકાઉન્ટમાં હાનિયા આમિર, માહિરા ખાન, અલી ઝફર, સાનમ સઇદ, સઝલ અલી જેવા નામ સામેલ છે.
પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાની યૂટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સતત ભારત વિરૂદ્ધ ઝેર ઓકતા હતા. જે બાદ ભારત સરકારે આવી યૂ ટ્યુબ ચેનલ અને ઇનફ્લુએન્સર વિરૂદ્ધ એક્શન લેતા પ્રતિબંધ મુક્યો હતો. આ પહેલા ભારતે પાકિસ્તાનના કેટલાક ન્યૂઝ આઉટલેટ્સ જેમાં ડૉન, સમા ટીવી, ARY ન્યૂઝ, ઝિયો ન્યૂઝ, રાજીનામા અને સુનો ન્યૂઝની યૂ ટ્યુબ ચેનલ સામેલ છે.
પહેલગામ હુમલા બાદ ભારતનું વધુ એક એક્શન
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતમાં પાકિસ્તાન વિરૂદ્ધ કેટલાક મોટા એક્શન લેવામાં આવ્યા છે જેમાં સિંધુ જળ સંધિ રદ કરવી પણ સામેલ છે.