Home / India : laborer living in rented house receives income tax notice worth Rs 314 crore

ભાડાના મકાનમાં રહેતા મજૂરને મળી 314 કરોડની Income Taxની નોટિસ

ભાડાના મકાનમાં રહેતા મજૂરને મળી 314 કરોડની Income Taxની નોટિસ

મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લાના એક શ્રમિકને આવકવેરા વિભાગ દ્વારા 314 કરોડ રૂપિયાની ઇનકમ ટેક્સ નોટિસ (Income Tax Notice) મોકલવામાં આવી હોવાનો કેસ સામે આવ્યો છે. આટલી મોટી રકમની આવકવેરા નોટિસ((Income Tax Notice) ) જોઇને શ્રમિકની પત્નીને ચકકર આવી ગયા અને તાવ ચઢી ગયો હતો. ત્યારબાદ તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવવાની ફરજ પડી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બૈતુલ જિલ્લાના મુલતાઇમાં મજૂરી કરી ગુજરાન ચાલવતા શ્રમિકને આવકવેરા વિભાગની(income tax department) તરફથી 314 કરોડ રૂપિયાની નોટિસ મળતા પરિવાર ચોંકી ગયું છે. નોટિસ પર છપાયેલ 314 કરોડ રૂપિયા વાંચી શ્રમિકની પત્નીની તબિયત ખરાબ થઇ ગઇ હતી.

રિપોર્ટ અનુસાર આવકવેરા વિભાગે 4 એપ્રિલે 314 કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે. નોટિસ પર શ્રમિક ચંદ્રશેખર કોહાડનું નામ લખેલુ છે. શ્રમિકે બચતના હેતુથી શ્રીનાથ મંગલમ(Shrinath Manglam Bank ) નામની એક બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. જેમાં તે બેંક એજન્ટ દ્વારા રોજ  પૈસા જમા કરાવતો હતો.

બચત ખાતા સાથે તેનો મોબાઇલ નંબર લિંક ન હતો

પીડિતે જણાવ્યું હતું કે શ્રીનાથ મંગલમ બેંકમાં ખોલવામાં આવેલા બચત ખાતા સાથે તેનો મોબાઇલ નંબર(Mobile Number Link) લિંક ન હતો જેના કારણે ખાતામાં થતી લેવડદેવડ અંગે તેને કોઇ મેસેજ આવતો ન હતો. 

શ્રમિકના જણાવ્યા અનુસાર બેંક એજન્ટ(bank agent) તેની પાસબુક પણ તેની પાસે રાખતો હતો અને દરરોજ પૈસા લીધા પછી ડાયરીમાં સહી કરાવતો હતો. ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર ફક્ત તે જ નહીં તેની સાથે નાગપુરના જ અન્ય 20 લોકો સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. 

અજમેરમાં પણ આવી ઘટના સામે આવી હતી 

બીજી આવી જ ઘટના રાજસ્થાનના અજમેરમાં જોવા મળી છે. અહીંના 26 વર્ષના ખેડૂતના પાન કાર્ડનો ઉપયોગ કરીને 143 કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવતા   રામરાજ ચૌધરી નામના આ ખેડૂતને આવકવેરા વિભાગે 143 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. 

ચૌધરીના જણાવ્યા અનુસાર તેની જાણ બહાર તેના પાનનો ઉપયોગ કરીને નિતિયા એક્સિમ નામની કંપની નાણાકીય વર્ષ 2020-21માં રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. ખેડૂતની બહાર તેના પાનનો ઉપયોગ કરીને મુંબઇમાં કોટક મહિન્દ્રા બેંકમાં ખાતું ખોલવામાં આવ્યું હતું. ચૌધરી ધો. 12 પાસ સામાન્ય ખેડૂત છે.

સાબરકાંઠામાં યુવકને 36 કરોડની નોટીસ

સાબરકાંઠામા ઈન્કમટેકસ વિભાગે ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનને 36 કરોડ રૂપિયાની નોટીસ ફટકારી છે. ઈડરના રતનપુર ગામમાં આવાસ યોજનામાં ઘર બનાવનારા પરિવારને 36 કરોડની નોટીસ મળતા સમગ્ર પરિવાર અચંબિત થયો છે. ઈન્કમટેક્સ વિભાગે રૂબરૂ મુલાકાતમાં 36 કરોડ રૂપિયા ભરવા પણ જણાવાયુ છે. 

Related News

Icon