ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. સિરીઝની પહેલી મેચ લીડ્સના હેડિંગ્લી મેદાનમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીતીને ઈંગ્લેન્ડે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ શુભમન ગિલ કરી રહ્યો છે, જ્યારે ઈંગ્લેન્ડનું નેતૃત્વ બેન સ્ટોક્સ કરી રહ્યો છે. આ સિરીઝની ટ્રોફીનું નામ હવે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી રાખવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી અને રોહિત શર્માની ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ પહેલી વખત ટેસ્ટ મેચ રમી રહી છે.

