ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની બીજી મેચમાં ભારતની જીત બાદ શુભમન ગિલે બ્રિટનના પત્રકાર પર કટાક્ષ કર્યો હતો, જેને લઈને પત્રકારે ગિલને પ્રોત્સાહિત ન કરવાની કસમ ખાધી છે. વાસ્તમાં આ મામલો ત્યારે શરૂ થયો, જ્યારે બ્રિટિશ પત્રકારે એજબેસ્ટનમાં ભારતના ખરાબ રેકોર્ડની ગિલને યાદ અપાવી હતી. ત્યારબાદ બીજી ટેસ્ટમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ગિલે પત્રકારની વાત યાદ કરી પ્રેસ કોન્ફરન્સમાં પૂછ્યું કે, "મારો ફેવરિટ પત્રકાર દેખાતો નથી, ક્યાં ગયો?"

