જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં આતંકવાદ વિરૂદ્ધ રોષ ફેલાયો હતો. ભારતે પણ આતંકવાદીઓનો સફાયો કરવાનું પ્રણ લેતાં 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાન અને POKમાં એર સ્ટ્રાઈક કરી આતંકવાદીઓના 9 ઠેકાણાં નષ્ટ કરવામાં આવ્યા હતાં. 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.

