
Donald trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર દાવો કર્યો છે કે "ભારત અને પાકિસ્તાનના બે ખૂબ જ સમજદાર નેતાઓ" એ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેવા યુદ્ધને આગળ ન વધારવાનો નિર્ણય કર્યો. આ પહેલી વાર છે જ્યારે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાનો શ્રેય લીધો નથી. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં 7 મેના રોજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.
બુધવારે (સ્થાનિક સમય) વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાન ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે લંચ પછી ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતી વખતે ટ્રમ્પે આ ટિપ્પણી કરી. ટ્રમ્પે કહ્યું કે તેઓ અસીમ મુનીરને મળીને "સન્માનિત" થયા છે. તેમણે કહ્યું કે તેમણે મુનીરને આમંત્રણ આપ્યું કારણ કે તેઓ યુદ્ધમાં ન જવા અને તેને સમાપ્ત ન કરવા બદલ તેમનો આભાર માનવા માંગતા હતા.
મુનીરે ટ્રમ્પને નોબેલ પુરસ્કાર આપવાની માંગ કરી હતી
આ મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે અસીમ મુનીરે ભારત-પાકિસ્તાન યુદ્ધને સમાપ્ત કરવામાં ટ્રમ્પની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને તેમને નોબેલ પુરસ્કાર આપવાની માંગ કરી હતી. ટ્રમ્પ અને મુનીર વચ્ચે આ પહેલી સત્તાવાર મુલાકાત હતી, જેમાં અમેરિકન રાષ્ટ્રપતિએ પાકિસ્તાની સેનાના એક પ્રભાવશાળી વડાનું સ્વાગત કર્યું હતું. આ ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પનું વલણ બદલાઈ ગયું છે.
મુનીર સાથે મુલાકાત પૂરી થયા બાદ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતુ કે, "મેં પાકિસ્તાન સાથે યુદ્ધ અટકાવ્યું. મને પાકિસ્તાન ગમે છે. મને લાગે છે કે મોદી એક અદ્ભુત વ્યક્તિ છે, મેં ગઈકાલે રાત્રે તેમની સાથે વાત કરી. આપણે ભારતના મોદી સાથે વેપાર કરાર કરવા જઈ રહ્યા છીએ... અને મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું." આ માણસે (મુનીર તરફ ઈશારો કરીને) પાકિસ્તાની બાજુથી, ભારત તરફથી મોદી અને અન્ય લોકો તરફથી તેને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ એકબીજા પર હુમલો કરી રહ્યા હતા; બંને પરમાણુ દેશો છે. મેં તેને અટકાવ્યું.
ટ્રમ્પે ઘણી વખત મધ્યસ્થીનો દાવો કર્યો હતો
ટ્રમ્પે આ અગાઉ પણ કેટલીય વખત દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાાનની વચ્ચે સંઘર્ષ સમાપ્ત કરાવવામાં મધ્યસ્થતા કરવામં એમની ભૂમિકા રહી છે. જોકે, ભારતે ટ્રમ્પના આવા દાવાઓને સતત નકારી કાઢ્યા છે અને વારંવાર પએ વાતને વળગી રહ્યું છે કે તે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય બાબતોમાં કોઈપણ પ્રકારની મધ્યસ્થી સ્વીકારતું નથી અને ભવિષ્યમાં પણ નહીં સ્વીકારે.
મિસ્ત્રીએ કહ્યું, “ફોન વાતચીત દરમિયાન, પીએમ મોદીએ ટ્રમ્પને કહ્યું કે 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે 6-7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું જેમાં ફક્ત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતની કાર્યવાહી સંતુલિત, સચોટ અને ઉશ્કેરણીજનક નહોતી. આ સાથે, ભારતે સ્પષ્ટ કર્યું હતું કે તે પાકિસ્તાનની ગોળીઓનો જવાબ ગોળાથી આપશે.
વાતચીત દરમિયાન, ટ્રમ્પે પીએમ મોદીને પૂછ્યું કે શું તેઓ કેનેડાથી પાછા ફરતી વખતે અમેરિકામાં રોકાઈ શકે છે, પરંતુ પીએમ મોદીએ પૂર્વનિર્ધારિત વ્યસ્તતાઓને ટાંકીને આ ઓફરનો ઇનકાર કર્યો હતો.