
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ આજથી (10 જુલાઈ) લોર્ડ્સ ખાતે શરૂ થવા જઈ રહી છે. ઈંગ્લેન્ડે આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત પહેલા જ કરી દીધી છે. જ્યારે ભારતના અંતિમ 11 ખેલાડીઓ અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે. મેચ પહેલા, જ્યારે ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન રિષભ પંતને પ્રેસ કોન્ફરન્સમાં પ્લેઈંગ ઈલેવન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેણે ત્યાં પણ તેનો સ્પષ્ટ જવાબ નહતો આપ્યો.
ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ 336 રનથી જીતી હતી. તે મેચ પછી, ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે સ્પષ્ટ કર્યું હતું કે જસપ્રીત બુમરાહ ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરશે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી કે તે ટીમમાં કોની જગ્યાએ આવશે. આ સમયે દરેક વ્યક્તિ ભારતની પ્લેઈંગ ઈલેવન વિશે ઉત્સુક છે અને મેચના એક દિવસ પહેલા, વાઈસ-કેપ્ટન રિષભ પંતે પણ ફેન્સમાં આ ઉત્સુકતા જાળવી રાખી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રિષભને પ્લેઈંગ ઈલેવન અને ટીમ કોમ્બિનેશન વિશે પૂછવામાં આવ્યું હતું. ચાલો તમને જણાવીએ કે તેણે શું જવાબ આપ્યો હતો.
પ્લેઈંગ ઈલેવનના પ્રશ્નનો પર રિષભ પંતનો અસ્પષ્ટ જવાબ
પંતે કહ્યું કે, "અમારા માટે બધા વિકલ્પો ખુલ્લા છે અને તેના વિશે ચર્ચા ચાલી રહી છે. ક્યારેક વિકેટ 2 દિવસમાં બદલાય છે. અમે તે મુજબ નિર્ણય લઈશું. તે 3+1 (ત્રણ પેસર, 1 સ્પિનર) હશે કે 3+2 (ત્રણ પેસર, 1 સ્પિનર/ઓલરાઉન્ડર), તેના વિશે નિર્ણય લેવામાં આવશે." આનો સ્પષ્ટ અર્થ એ છે કે ટીમ ઈન્ડિયા 10 જુલાઈએ પિચ જોયા પછી પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરશે. હવે સમય જ કહેશે કે ટીમ ઈન્ડિયા આ મેચમાં કઈ પ્લેઈંગ ઈલેવન સાથે રમશે.
ત્રીજી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ડકેટ, ઝેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, શોએબ બશીર.