
Lex Fridman Podcast: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના જાણીતા પૉડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથે લાંબી વાતચીત કરી હતી. આ પૉડકાસ્ટમાં તેમણે બાળપણ, હિમાલયમાં વિતાલેવા સમય અને જાહેર જીવનની યાત્રા સહિત અનેક વિષયો પર ચર્ચા કરી હતી. લેક્સ ફ્રિડમેન સાથે પૉડકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'જ્યારે પણ અમે શાંતિની વાત કરીએ છીએ, તો દુનિયા અમારી વાત સાંભળે છે, કારણ કે ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે.'
https://twitter.com/narendramodi/status/1901250031086076124
વડાપ્રધાન મોદીએ વાતચીતમાં ભારતની સંસ્કૃતિ, શાંતિ અને વૈશ્વિક કૂટનીતિ પર ભાર આપતા કહ્યું કે, 'જ્યારે હું વિશ્વ નેતાઓ સાથે હાથ મિલાવું છું, તો એવું મોદી નહીં પરંતુ 1.4 અરબ ભારતીય કરે છે. મારી તાકાત મારા નામથી નહીં, પરંતુ ભારતની કાલાતીત સંસ્કૃતિ અને વારસાના મૂળમાં છે.'
ભારતની સંસ્કૃતિ, શાંતિ અને કૂટનીતિ પર ભાર
પીએમ મોદીએ વાતચીતમાં ભારતની સંસ્કૃતિ, શાંતિ અને વૈશ્વિક કૂટનીતિ પર ભાર આપતા કહ્યું કે, 'જ્યારે હું વિશ્વ નેતાઓ સાથે હાથ મિલાવું છું, તો એવું મોદી નહીં પરંતુ 1.4 અરબ ભારતીય કરે છે. મારી તાકાત મારા નામથી નહીં, પરંતુ ભારતની કાલાતીત સંસ્કૃતિ અને વારસાના મૂળમાં છે.'
ઉપવાસ પર પીએમ મોદીના વિચારો
લેક્સ ફ્રિડમેન: "હું છેલ્લા 45 કલાકથી ઉપવાસ કરી રહ્યો છું, લગભગ બે દિવસ થઈ ગયા છે. હું ફક્ત પાણી પી રહ્યો છું. મેં આ તમારા અને અમારી વાતચીતના સન્માનમાં કર્યું છે જેથી અમે આધ્યાત્મિક રીતે વાત કરી શકીએ..."
આના જવાબમાં, પીએમ નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો, "આ અદ્ભુત અને મારા માટે સન્માનની વાત છે. હું તમારા આ વિચારશીલ વર્તન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ભારતની ધાર્મિક માન્યતાઓ જીવન જીવવાની એક રીત છે... આ આંતરિક તેમજ બાહ્ય સુખાકારી માટે ખૂબ જ ફાયદાકારક છે... ઉપવાસ તમારા વિચારોને તીક્ષ્ણ બનાવે છે અને તમારા વિચારોમાં નવીનતા લાવે છે... મેં મારો પહેલો ઉપવાસ ત્યારે કર્યો જ્યારે સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીની ઈચ્છા મુજબ 'ગૌરક્ષા' માટે એક દિવસ ઉપવાસ કરતો હતો..."
યુક્રેન-રશિયા યુદ્ધથી વિશ્વમાં 3Fનું ભારે સંકટ રહ્યું
વડાપ્રધાન મોદીએ પોડકાસ્ટમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે પણ વાત કરી, અને કહ્યું કે 'યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધના કારણે સમગ્ર દુનિયાને નુકસાન થયું છે, અને ફૂડ, ફ્યુઅલ, ફર્ટિલાઈઝરનું સંકટ રહ્યું છે. જેથી બન્ને દેશ એક જ ટેબલ પર આવીને બેસે યુદ્ધ ભૂમીમાં નહીં ટેબલ પર પરિણામ નીકળશે'
વડાપ્રધાન મોદીએ બાળપણ અંગે શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓને બાળપણથી જ કંઈકને કંઈક કરતા રહેવું એ મારો સ્વભાવ હતો. મને યાદ છે કે સોનીજી સેવા દળ સાથે સંકળાયેલા હતા. નાનો ઢોલ પોતાની પાસે રાખતા હતા. દેશભક્તિના ગીતો અને અવાજ પણ સારા હતા. વિવિધ કાર્યક્રમો હતા. હું પાગલની જેમ તેની વાતો સાંભળવા જતો.
તેમણે કહ્યું કે તેઓ આખી રાત દેશભક્તિના ગીતો સાંભળતા હતા. મને એમાં મજા આવતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા ચાલતી હતી. પહેલા રમતગમત થતી હતી. પહેલા દેશભક્તિના ગીતો ગાતા હતા. હું સાંભળતો હતો. સારું લાગ્યું. સંઘમાં જોડાયા. તમારે સંઘના મૂલ્યો શીખવા જોઈએ, વિચારવું જોઈએ અને કંઈ પણ કરવું જોઈએ, અને જો તમે અભ્યાસ કરો છો તો દેશ માટે ઉપયોગી થવાનું વિચારો. જો હું એવી કસરત કરું કે તે દેશ માટે ઉપયોગી થાય.
લેક્સ ફ્રિડમેને ગઈકાલે શું કહ્યું હતું?
ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોડકાસ્ટના પ્રકાશનની જાહેરાત કરતા, લેક્સ ફ્રિડમેન પોડકાસ્ટના હોસ્ટે લખ્યું: “ભારતના વડા પ્રધાન @narendramodi સાથે મારી 3 કલાકની એપિક પોડકાસ્ટ વાતચીત થઈ. તે મારા જીવનની સૌથી શક્તિશાળી વાતચીતોમાંની એક હતી. તે આવતીકાલે રજૂ થશે.”