દેશની આર્થિક કરોડરજ્જુ કહેવાતા ખેડૂતો હજુ પણ આત્મહત્યા કરવા મજબૂર છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકારે રજૂ કરેલા આંકડા મુજબ, જાન્યુઆરીથી માર્ચ 2025 દરમિયાન માત્ર ત્રણ મહિનામાં 767 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આમાંથી સૌથી વધુ કેસ વિદર્ભ ક્ષેત્રમાં નોંધાયા છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ખેડૂતોની આત્મહત્યા અંગે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ બાબતે તીવ્ર પ્રતિક્રિયા આપી છે.

