Home / India : Backward class candidates suffered losses; RJD leader Tejashwi Yadav started a dharna on the reservation issue

'પછાત વર્ગના ઉમેદવારોને નુકસાન થયું', અનામત મુદ્દે  RJD નેતા તેજસ્વી યાદવે શરુ કર્યા ધરણા

'પછાત વર્ગના ઉમેદવારોને નુકસાન થયું', અનામત મુદ્દે  RJD નેતા તેજસ્વી યાદવે શરુ કર્યા ધરણા

બિહારમાં વિધાનસભાની 243 બેઠકો માટે આ વર્ષે ચૂંટણી યોજાવાની છે, જોકે તે પહેલા રાજ્યના રાજકારણમાં ભારે ઘમસાણ જોવા મળી રહ્યું છે. એકતરફ JDU-BJP છાવણીમાં CMના ચહેરા અંગેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છો, તો બીજીતરફ RJD નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમાર સરકાર પર ગંભીર આક્ષેપ કરી પટણામાં ધરણા-પ્રદર્શન શરૂ કરી દીધા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

16% અનામતની ચોરી બંધ કરો : તેજસ્વી
પટણામાં ધરણા પર બેઠેલા તેજસ્વી યાદવે (Tejashwi Yadav) નીતિશ સરકાર (CM Nitish Kumar) પર નિશાન સાધ્યું છે. તેમણે હાથમાં પોસ્ટર સાથે જોવા મળ્યા છે. પોસ્ટરમાં મોટા અક્ષરોથી લખાયું છે કે, ‘16 ટકા અનામતની ચોરી બંધ કરો.’ આ દરમિયાન તેજસ્વીને મુખ્યમંત્રી નીતિશ કુમારને મહાગઠબંધનમાં સામેલ કરવા અંગેનો સવાલ કરવામાં આવ્યો હતો. આ ઑફરવાળો સવાલ સાંભળતા જ તેજસ્વી ભડકી ગયા હતા.

‘અમને કોઈપણ ઑફર મળી નથી’

મીડિયાના સવાલ પર ભડકેલા તેજસ્વીએ કહ્યું કે, ‘હવે સીધી ચૂંટણી યોજાશે. અમને કોઈપણ ઑફર મળી નથી. હવે માત્ર ચૂંટણી થશે. લાલુજી અને હું અધિકૃત છીએ. આરજેડી અનામત મુદ્દે ગૃહથી રસ્તા સુધી લડતું રહેશે, કોર્ટથી મીડિયાના ડિફેટ સુધી લડતા રહીશું.’

‘16% અનામતથી સીધું નુકસાન થઈ રહ્યું છે’

તેજસ્વી યાદવે ગઈકાલે કહ્યું હતું કે, ‘અમારી સરકાર દ્વારા બિહારમાં 65% અનામત વધારવામાં આવ્યું હતું, જેને અટકાવી દેવાતા અનુસૂચિત જાતિ/જનજાતિ, પછાત અને સૌથી પછાત વર્ગના ઉમેદવારોને 16% અનામતનું સીધું નુકસાન થઈ રહ્યું છે. આ કેટેરીના 50 હજારથી વધુ યુવાઓએ નોકરી ગુમાવવી પડી છે. TRE-3 શિક્ષક નિમણૂકના ત્રીજા તબક્કામાં પણ અનામત લાગુ ન કરવાના કારણે આ કેટેગરીના હજારો ઉમેદવારોને નોકરીઓનું નુકસાન થઈ રહ્યું છે.’

 

Related News

Icon