ઈન્દિરા ગાંધી માટે ક્રિકેટ બોલથી વિમાન હાઈજેક કરનાર ભોલા પાંડેનું નિધન થઇ ગયું. હાઇજેકની આ ઘટના પછી તે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા હતા અને ઈન્દિરા ગાંધીના ખાસ નજીકના વ્યક્તિ બની ગયા હતા. ત્યારપછી ત્રણ દાયકા સુધી કોંગ્રેસની રાજનીતિમાં ખાસ નેતા બની ગયેલા ડૉ.ભોલાનાથ પાંડેનું શુક્રવારે લખનઉમાં તેમના નિવાસસ્થાને નિધન થયું.

