
Delhi Chief Minister: ભાજપાએ દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનું નામ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. પીએમ મોદી અને અમિત શાહે શાલીમાર બાગથી જીતેલા રેખા ગુપ્તાને દિલ્હીના સીએમનો તાજ પહેરાવીને સૌને અચરજ પમાડ્યું છે.દિલ્હી વિધાયકદળના સભ્યો રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરશે. રવિશંકરપ્રસાદે વિધાયકદળના નેતાઓને સંબોધિત કરતા કહ્યું કે, 27 વર્ષ બાદ ભાજપને દિલ્હીમાં સત્તા મળી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી પહેલીવાર મહિલા મુખ્યમંત્રી બનાવ્યા છે.
રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બનશે. હાલમાં, તે દેશના બીજા મહિલા મુખ્યમંત્રી બની રહ્યા છે. તેઓ શાલીમાર બાગના ધારાસભ્ય છે. તેમણે AAP નેતા બંદના કુમારીને 29,595 મતોથી હરાવ્યા છે. રેખા ગુપ્તા ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે અને હરિયાણાના જીંદના વતની છે.
પ્રવેશ વર્મા, સતિશ ઉપાધ્યાય, રેખા ગુપ્તા, વિજેન્દ્ર ગુપ્તા સાથે પર્યવેક્ષક રવિશંકર પ્રસાદ, ઓપી ધનખડેએ અલગથી બેઠક કરી છે.એ પછીથી વિધાયક દળની બેઠકમાં નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપ કાર્યાલય ખાતે દિલ્હી મુખ્યમંત્રીની પસંદગી માટે પર્યવેક્ષક રવિશંકર પ્રસાદ, ઓપી ધનખડે તમામ ધારાસભ્યો સાથે અલગ અલગ મિટિંગ કરીને નામ નક્કી કરી લીધું છે. ભાજપે આજે પણ પોતાની ફોર્મ્યુલા પ્રમાણે 1 સીએમ અને બે ડેપ્યુટી સીએમની થિયરી અપનાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે ભાજપની ફોર્મ્યુલા પ્રમાણે નવો ચહેરો નક્કી કરી સૌને ચોંકાવી દીધા છે.
કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કર્યું
https://twitter.com/ANI/status/1892205856579875169
ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. દિલ્હી ભાજપના ચૂંટાયેલા તમામ વિધાયકદળના સભ્યોએ એકબીજાને મીઠાઈ ખવડાવી પાર્ટીના આ નિર્ણયને વધાવ્યો હતો. દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારંભ 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં બપોરે 12.35 વાગ્યે થશે. દિલ્હીના મુખ્ય સચિવ તરફથી મોકલવામાં આવેલા આમંત્રણ પત્રિકામાં મુખ્યમંત્રીની સાથે મંત્રીઓના શપથનો પણ ઉલ્લેખ છે.
https://twitter.com/ANI/status/1892206742345552236
નવી દિલ્હી વિધાનસભા બેઠક પર અરવિંદ કેજરીવાલને હરાવનારા ભાજપના ધારાસભ્ય પ્રવેશ વર્મા પણ વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપવા માટે ભાજપ કાર્યાલય પહોંચ્યા છે.
મોતી નગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ કહ્યું, "દિલ્હીમાં ડબલ એન્જિન સરકાર બનવા જઈ રહી છે અને ટૂંક સમયમાં સરકાર કામ કરવાનું શરૂ કરશે. મુખ્યમંત્રીનું નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પીએમ મોદીએ આ પદ માટે ચહેરો પસંદ કર્યો છે. ટૂંક સમયમાં બધાને ખબર પડશે કે મુખ્યમંત્રી કોણ બનશે."
આજે બપોરે ભાજપ કેન્દ્રીય કાર્યાલયે દિલ્હીના મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે રવિશંકર પ્રસાદ, ઓપી ધનખડને પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે. દિલ્હી ધારાસભ્ય દળના નેતા નક્કી કરવા માટે ભાજપે આ બે નેતાઓને જવાબદારી સોંપી હતી. બંને નેતાઓ ભાજપ મુખ્યાલય પહોંચીને તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરીને સર્વ સંમંતિથી મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનું નામ સામે આવ્યું છે. RSSએ આ નામ પર મોહર મારી દીધી છે. બીજી તરફ ભાજપ પણ આ નામ સાથે સંમત છે.દિલ્હીના મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવા ભાજપ કેન્દ્રીય કમિટિએ રવિશંકર પ્રસાદ, ઓપી ધનખડને પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે.
RSSએ દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રીનો પ્રસ્તાવ મુક્યો
RSSએ દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. સંઘે રેખા ગુપ્તાનું નામ આગળ વધાર્યુ છે જેને ભાજપે માની લીધો છે. રેખા ગુપ્તાનું દિલ્હીના મુખ્યમંત્રી બનવાનું નક્કી છે.
કોણ છે રેખા ગુપ્તા?
50 વર્ષીય રેખા ગુપ્તા શાલીમાર બાગથી ચૂંટણી જીત્યા છે.દિલ્હી ભાજપના મહાસચિવ અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.રેખા ગુપ્તાનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં જે પણ દિલ્હીનો મુખ્યમંત્રી બનશે, અમે બધા એક ટીમની જેમ સાથે કામ કરીશું. મુખ્યમંત્રી કોઇ પણ બને દિલ્હી આગળ વધવુ જોઇએ.
આજે સાંજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક
વિધાનસભા ચૂંટણીના પરિણામના 11 દિવસ બાદ આજે સાંજે 7 વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ શકે છે. સૂત્રો અનુસાર, ભાજપ દલિત, પૂર્વાચલ અને જાટનું કોમ્બિનેશન બનાવી શકે છે. દિલ્હીમાં બે ડેપ્યુટી સીએમ બની શકે છે. દિલ્હીના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારંભ કાર્યક્રમમાં 30 હજાર મહેમાનોના સામેલ થવાની આશા છે. પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે દિલ્હીનો મુખ્યમંત્રી ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ હશે. બેઠકમાં કેબિનેટ મંત્રીઓના નામની જાહેરાત થઇ શકે છે.