Home / India : BJP appoints 70 district presidents in Uttar Pradesh, 35% OBC and 10% Dalit leaders

ઉત્તર પ્રદેશમાં ભાજપના 70 જિલ્લા પ્રમુખોની નુમણૂંક, 35% OBC તો 10% દલિત નેતાઓની વરણી

ઉત્તર પ્રદેશમાં ભાજપના 70 જિલ્લા પ્રમુખોની નુમણૂંક, 35% OBC તો 10% દલિત નેતાઓની વરણી

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને હજુ બે વર્ષ બાકી છે, પરંતુ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ 2027ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જ કારણ છે કે ભાજપે ઉત્તર પ્રદેશના 70 જિલ્લામાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પણ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભાજપના જિલ્લા પ્રમુખોની જે નવી યાદી બહાર પાડવામાં આવી છે તેમાં સવર્ણોનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. 55 ટકાથી વધુ ઉચ્ચ જાતિના નેતાઓને જિલ્લા પ્રમુખ અને મહાનગર પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જ્યારે લગભગ 35 ટકા ઓબીસી અને 10 ટકા દલિત નેતાઓને નવા જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક અંગે સાંસદ અને ભાજપના યુપી પ્રભારી મહેન્દ્ર નાથ પાંડેએ જણાવ્યું હતું કે 28 જિલ્લા પ્રમુખો અને મહાનગર પ્રમુખોની નિમણૂક કરવાની બાકી છે. મહેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે પ્રથમ યાદીમાં જ ઓબીસી અને દલિતોનું પ્રતિનિધિત્વ વધારવામાં આવ્યું છે. બાકીના 28 લોકોમાં સૌથી વધુ ભાગીદારી ઓબીસી દલિતો અને મહિલાઓની હશે.

70 જિલ્લા એકમોમાં નિમણૂક

તેમણે કહ્યું કે, સંગઠનમાં હમણાં જ જિલ્લા પ્રમુખોની ચૂંટણી થઈ છે જેમાં આજે 70 જિલ્લા એકમોમાં જિલ્લા પ્રમુખોની ઘોષણા કરવામાં આવી છે. સીતાપુરથી રાજેશ શુક્લા અને લલિતપુરથી હરીશ ચંદ્ર પ્રજાપતિને જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.

જો કે હજુ પણ 11 જિલ્લા એવા છે જ્યાં પેટા ચૂંટણીના કારણે જિલ્લા પ્રમુખની ચૂંટણી થઈ શકી નથી. 70માંથી 25 OBC, 6 અનુસૂચિત જાતિ, 5 મહિલા, 39 જનરલ કેટેગરીના જિલ્લા પ્રમુખ તરીકે ચૂંટાયા છે જ્યારે 26 નેતાઓને જિલ્લા પ્રમુખ તરીકે રિપીટ કરાયા છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી, રાજ્ય ચૂંટણી પ્રભારી મહેન્દ્રનાથ પાંડેના સંસદીય ક્ષેત્ર ચંદૌલી અને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યના ગૃહ જિલ્લા કૌશામ્બીમાં હજુ સુધી જિલ્લા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી નથી.

ક્યાં અને કોને જવાબદારી મળી

યુપીની રાજધાની લખનૌમાં વિજય મૌર્યને જિલ્લા અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે લખનૌ મહાનગરમાં આનંદ દ્વિવેદીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે વારાણસી મહાનગરમાં પ્રમુખની જવાબદારી પ્રદીપ અગ્રહરીને આપવામાં આવી છે. જનાર્દન તિવારીને ગોરખપુર જિલ્લાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે દેવેશ શ્રીવાસ્તવને ગોરખપુર મહાનગરની જવાબદારી મળી છે.

પ્રશાંત પાઓનિયાને આગ્રા જિલ્લાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે રાજકુમાર ગુપ્તાને આગ્રા મહાનગરની જવાબદારી મળી છે. ચૈનપાલ સિંહને ગાઝિયાબાદ જિલ્લાની જવાબદારી મળી છે જ્યારે મયંક ગોયલને ગાઝિયાબાદ મહાનગરના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે.

જો કાનપુર જિલ્લાની વાત કરીએ તો અનિલ દીક્ષિતને કાનપુર મેટ્રોપોલિટન નોર્થ, શિવરામ સિંહ ચૌહાણને કાનપુર મેટ્રોપોલિટન સાઉથ, રેણુકા સચનને કાનપુર ગ્રામીણ અને ઉપેન્દ્ર પાસવાનને કાનપુર ગ્રામીણની જવાબદારી સોંપવામાં આવી છે.

સીએમ યોગીએ અભિનંદન પાઠવ્યા હતા

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશમાં તેના સંગઠનાત્મક માળખાને છ પ્રદેશોમાં વહેંચી દીધું છે જેમાં કાશી, ગોરખપુર, અવધ, કાનપુર-બુંદેલખંડ, બ્રજ અને પશ્ચિમ ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ દ્વારા પાર્ટી કુલ 98 સંગઠનાત્મક જિલ્લા એકમોને આવરી લે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને અભિનંદન પાઠવ્યા છે.

Related News

Icon