Home / India : Buses are not allowed to Pahalgam without security, how did tourists reach

સુરક્ષાની વ્યવસ્થા વગર બસો Pahalgam નથી જવા દેવાતી તો આ વખતે પ્રવાસીઓ ત્યાં કેવી રીતે પહોંચ્યાં 

સુરક્ષાની વ્યવસ્થા વગર બસો Pahalgam નથી જવા દેવાતી તો આ વખતે પ્રવાસીઓ ત્યાં કેવી રીતે પહોંચ્યાં 

Pahalgam Terror Atttack News :  કાશ્મીરના Pahalgam ખાતે થયેલા આતંકવાદી હુમલાની તપાસનો દેશભરમાં ધમધમાટ ચાલી રહ્યો છે ત્યાં ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં ઓલ પાર્ટી બેઠકનંમ આયોજન થયું હતું. આ બેઠક દરમિયાન ચર્ચામાં આવ્યું હતું કે, Pahalgam Terror Atttack  મોટી સુરક્ષા બેદરકારીનું પરિણામ છે. સુરક્ષા એજન્સીઓ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ(Security agencies and intelligence agencies) પાસે આ હુમલા અંગે કોઈ માહિતી નહોતી. તેનાથી પણ મોટો છબરડો એ સામે આવ્યો હતો કે, પ્રવાસીઓ જે સ્થળે ફરતા હતા તે સ્થળ અમરનાથયાત્રામાં લોકો માટે  ખોલવામાં આવે છે. આ સ્થળ સરકારની, સુરક્ષા જવાનોની, સ્થાનિક એજન્સીઓની જાણ બહાર પ્રવાસીઓ માટે બે મહિના વહેલું ખોલી દેવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ આ સ્થિતિનો લાભ લઈને જ મોટો હુમલો કર્યો હતો. આ બેઠકમાં કોંગ્રેસ, આપ, ટીએમસી, એનસીપી અને બીજા ઘણા પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે સુરક્ષામાં ચુક થવા મુદ્દે સરકારને ઘેરી હતી. બીજી તરફ તેમણે આતંકવાદને નાથવા માટે સરકારને તમામ સ્તરે સાથ આપવાનો પણ વાયદો કર્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સરકારને ખબર નહોતી તો આતંકીઓને કેવી રીતે ખબર પડી
સ્થાનિક સૂત્રોમાં ચર્ચા છે કે, પ્રવાસીઓ માટે જે જગ્યા ખોલવામાં આવી તેની જાણ સરકારને નહોતી, સ્થાનિક સરકારને નહોતી, ટૂરિઝમ ડિપાર્ટમેન્ટને નહોતી, સ્થાનિક પોલીસતંત્રને નહોતી, પહેલગામ પાસે આવેલા આર્મી અને બીએસએફના કેમ્પમાં થયેલી નહોતી તો પછી આતંકવાદીઓને કેવી રીતે જાણ થઈ. આ કેસમાં સ્થાનિકોની સંડોવણીનો હોવાની દિશામાં પણ સવાલો થઈ રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, જે જગ્યાની જાણ સરકારને જ નથી તેની તમામ માહિતી આતંકીઓ સુધી પહોંચી કેવી રીતે. તે ઉપરાંત દેશના જુદા જુદા ખુણેથી આવતા ટૂર ઓપરેટર્સને પણ આ જગ્યા ખુલી ગઈ હોવાની જાણ કેવી રીતે થઈ હતી. આ જગ્યા વહેલી ખોલવામાં સ્થાનિક નેતાઓ અને રાજકારણીઓ તથા લાલચુ સ્થાનિક ટૂર ઓપરેટર્સની સંડોવણી હોવાની વાત પણ ચર્ચાના ચકડોળે ચડી છે.

આતંકીઓ જાણતા હતા કે બે કલાક પહેલાં મદદ નહીં આવે 
પહેલગામના જે રિસોર્ટ પાસે હુમલો થયો તેની માહિતી આતંકીઓ પાસે હતી જ અને સ્થાનિક મદદ દ્વારા તેઓ આ જગ્યાની રેકી કરી ગયા હોવાનું પણ સૂત્રોનું માનવું છે. તેઓ જણાવે છે કે, અમરનાથ યાત્રા દરમિયાન પહેલગામ ફરવા માટે આ પટ્ટો ખોલવામાં આવે છે પણ તે આ વખતે વહેલો ખોલાશે તેની માહિતી આતંકીઓને હતી. ચાર આતંકીઓમાંથી બે સ્થાનિક આતંકીઓ દ્વારા હુમલા માટે અને ત્યારબાદ નાસી જવા માટે પ્લાન બનાવવા દરમિયાન અહીંયાની રેકી કરવામાં આવી હોવી જોઈએ. આતંકીઓ જાણતા હતા કે, અહીંયા હુમલો કરવામાં આવશે તો મદદ આવવા માટે ઓછામાં ઓછા દોઢ બે કલાક લાગશે. આ જગ્યા પહેલગામથી થોડી દૂર અને અમરનાથ યાત્રાના રસ્તામાં આવે છે. સુરક્ષા જવાનો તહેનાત નથી અને પોલીસ અહીંયા આવતી નથી. તેના પગલે જ આતંકવાદીઓ દ્વારા અહીંયા પ્રવાસીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.

બે મહિના પહેલાં માર્ગ ખોલવાનો ઓર્ડર આપ્યો કોણે?
બીજો સૌથી મોટો સવાલ એ છે કે, દર વર્ષે અમરનાથ યાત્રા જૂન મહિનામાં શરૂ થાય છે. તે સમયે રસ્તામાં આવતો પહેલગામનો આ પટ્ટો ખોલવાની મંજૂરી સરકાર અને સૈન્ય દ્વારા આપવામાં આવે છે. આ રસ્તા ઉપર પહેલા સુરક્ષા જવાનો ગોઠવાય છે, સુરક્ષાની પૂરતી તૈયારીઓ કરવામાં આવે છે અને ત્યારબાદ જૂન મહિનાથી યાત્રા શરૂ કરાય છે. આ વખતે બે મહિના પહેલાં એપ્રિલમાં જ આ પટ્ટો ખોલવાની મંજૂરી ક્યાંથી આપવામાં આવી અને કોણે માહિતી માગી. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પૂણે વગેરે જગ્યાએથી આવતા ટૂર ઓપરેટર્સને કેવી રીતે ખબર પડી કે, 20 એપ્રિલથી આ પટ્ટો ખુલી ગયો છે. સુરક્ષાની વ્યવસ્થા વગર બસો ત્યાં જવા નથી દેવાતી તો આ વખતે પ્રવાસીઓ ત્યાં કેવી રીતે પહોંચી ગયા. સ્થાનિક સરકાર, પોલીસ કે તંત્રને પણ બસો અને પ્રવાસીઓ આવ્યાની જાણકારી નહોતી. આનાથી મોટી બેદરકારી અને છબરડો શું હોઈ શકે?

પાકિસ્તાની સૈન્ય અધિકારીએ ધમકી આપી જ હતી
સૂત્રોમાં એવી પણ ચર્ચા છે કે, પાકિસ્તાની સૈન્ય અધિકારીએ કાશ્મીરમાં હુમલો કરવાની ધમકી ઉચ્ચારી જ હતી. તેણે જણાવ્યું હતું કે, ભારત ભલે કાશ્મીરને પોતાનો ભાગ માને અને ત્યાં સબ સલામતના દાવા કરે પણ અમે ગમે ત્યારે કાશ્મીરની શાંતિ ડહોળી શકીએ છીએ. આઈએસઆઈની મદદથી પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ દ્વારા આતંકીઓને તાલિમ આપીને અહીંયા હુમલો કરાયો છે. આ જગ્યામાં પ્રવેશ કરવો, પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પુછવું, ગોળીબાર કરવો, ત્યાંથી જંગલના રસ્તે અલોપ થઈ જવું તે પાકિસ્તાની પ્લાન હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર એજન્સીઓ આવી માહિતી મેળવવામાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનો આ પુરાવો છે.

 

Related News

Icon