Home / India : Change in Delhi's weather, heavy rain with strong winds in many areas

દિલ્હીના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 

દિલ્હીના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 

Delhi Rain: દેશની રાજધાની દિલ્હીમાં કાળઝાળ ગરમી દરમ્યાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાંથી અગનગોળા બનીને વરસી રહેલી ગરમી વચ્ચે અનેક વિસ્તારમાં ભારે પવન ફુંકાઈને ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિલ્હીના ઘણા વિસ્તારોમાં સાંજે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેનાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store


દિલ્હીના કનોટ પ્લેસમાં ભારે વરસાદ ખાબક્યો 

દિલ્હીમાં વરસાદને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. અચાનક ખાબકેલા વરસાદને કારણે રાજધાનીના ઘણા વિસ્તારોમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. રસ્તા પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ.

 

દિલ્હીની જનતાને વીક-એન્ડના અંતે ગરમીથી રાહત મળવાની છે. શનિવારે સાંજે દિલ્હીના મધ્ય અને પૂર્વ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થયો અને હવાની ગુણવત્તામાં સુધારો થયો. દિલ્હીમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે ગરમી પડી રહી છે, તાપમાન 40 ડિગ્રીને પાર કરી રહ્યું હતું. સાંજે પણ લોકોને ગરમીથી રાહત મળી રહી ન હતી. હવામાન વિભાગે તોફાન અને વરસાદ માટે પહેલાથી જ યલો એલર્ટ જારી કર્યું હતું.

રાજધાનીમાં તેજ પવન ફુંકાયો
દેશની રાજધાની દિલ્હીમાં ગત 10-11 એપ્રિલે પવન સાથે ધૂળ ઉડી હતી. ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ઘણા વિસ્તારોમાં હવાની ગતિ 60 કિલોમીટરને પાર હતી. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ઉખડવાની ઘટના સામે આવી હતી

હવામાન વિભાગે ચોમાસાને લઈ કરી આગાહી
હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે, વર્ષ-2025માં આખા દેશમાં સરેરાશ 105 ટકા વધુ વરસાદ પડશે. અલ-નીનો અને ઈન્ડિયન ઓસિયન ડાઈપોલ સ્થિતિ સામાન્ય રહેવાની આશા છે, જેનાથી સારો વરસાદ પડશે. સારા વરસાદને લીધે ખેડૂતો અને પાણીનું સંકટ સહન કરતા વિસ્તારોને મોટી રાહત મળશે.

પાણી ભરાવાથી બચવા માટે દિલ્હી સરકારની શું આયોજન છે

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેર બાંધકામ વિભાગ (PWD) મંત્રી પરવેશ વર્મા સાથે રાજધાનીના મુખ્ય પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવા માટે, મિન્ટો બ્રિજ પર ઓટોમેટિક પંપ લગાવવામાં આવ્યા છે, અને અઢી કિમી લાંબી પાઈપલાઇન તૈયાર કરવામાં આવી છે જેથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે. આ ઉપરાંત, 24x7 ઓપરેટરોની તૈનાતી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Related News

Icon