
કોંગ્રેસ બિહારમાં ચૂંટણી માટે મહિલાઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં કોંગ્રેસે જાહેરાત કરી છે કે પાર્ટી રાજ્યની 5 લાખ છોકરીઓ અને મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરી રહી છે. જોકે આ અંગે વિવાદ પણ શરૂ થયો છે. મહિલાઓ અને છોકરીઓમાં વહેંચવામાં આવનાર સેનિટરી પેડના કવર પર રાહુલ ગાંધીનો ફોટો છાપવામાં આવ્યો છે. એટલું જ નહીં, પેકેટમાં માઈ-બહેન યોજના હેઠળ 2500 રૂપિયા આપવાનો ઉલ્લેખ પણ છે.
https://twitter.com/INCBihar/status/1941047311712637327
મહિલા કોંગ્રેસ મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરશે
બિહાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજેશ રામ અને પ્રભારી કૃષ્ણા અલ્લાવારુએ આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીના ફોટા અને માઈ-બહેન યોજનાના સ્લોગનવાળા સેનિટરી પેડના પેકેટ લોન્ચ કરવામાં આવ્યા હતા. રાજેશ કુમારે કહ્યું, અમે બિહારના સંદર્ભમાં મહિલાઓ માટે ખાસ તૈયારીઓ કરી છે. રાજ્યની મહિલાઓને સેનિટરી પેડ આપવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમારું લક્ષ્ય 5 લાખ મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરવાનું છે. મહિલા કોંગ્રેસ મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરશે.
ભાજપ- જેડિયુએ દર્શાવ્યો વિરોધ
બિહારમાં કોંગ્રેસની સેનેટરી પેડની જાહેરાત બાદ ભાજપ અને જેડીયુએ કોંગ્રેસના નેતાઓની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે સેનિટરી પેડ્સ પર રાહુલ ગાંધીનો ફોટો બિહારની મહિલાઓનું અપમાન છે! કોંગ્રેસ એક મહિલા વિરોધી પાર્ટી છે! બિહારની મહિલાઓ કોંગ્રેસ અને આરજેડીને પાઠ ભણાવશે. પાર્ટીના પ્રવક્તા અજય આલોકે કહ્યું કે શું પપ્પુગીરીથી મોટું કંઈ હોઈ શકે? આ ઘૃણાસ્પદ છે, અપમાનજનક છે, શું કોંગ્રેસીઓ આ પેકેટો તેમના ઘરોમાં આપી શકે છે? જેનું બિહારમાં વિતરણ કરવા માગે છે. પપ્પુએ જાહેરાતનો હીરો બનવું જોઈએ, આ એકમાત્ર વસ્તુ બાકી છે.