Home / India : 'Do not delete any data from EVM', Supreme Court orders Election Commission

'EVMનો કોઈપણ ડેટા ડિલીટ ના કરશો', ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશઃ જાણો સમગ્ર ઘટના

'EVMનો કોઈપણ ડેટા ડિલીટ ના કરશો', ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશઃ જાણો સમગ્ર ઘટના

સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈવીએમ વેરિફિકેશન મુદ્દે નીતિ ઘડવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતાં ચૂંટણી પંચને ઈવીએમમાંથી કોઈપણ ડેટા ડિલિટ ન કરવા તેમજ રિ-લોડ ન કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં તેમણે મત ગણતરી બાદ ઈવીએમની નષ્ટ કરવામાં આવેલી મેમરી અને માઈક્રો કંટ્રોલરની પ્રક્રિયા અંગે રિપોર્ટ રજૂ કરવાની માગ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈવીએમનો કોઈપણ ડેટા ડિલિટ કરશો નહીં

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા કોર્ટમાં ઈવીએમના વેરિફિકેશન માટે અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્ના અને જજ દિપાંકર દત્તાની બેન્ચે  ચૂંટણીપંચને કહ્યું કે, મહેરબાની કરીને ઈવીએમનો કોઈપણ ડેટા ડિલિટ કરશો નહીં. તેમજ તેને રિ-લોડ પણ કરશો નહીં. તેની ચકાસણી કરવા દો. તેમજ ચૂંટણી બાદ ઈવીએમની નષ્ટ કરવામાં આવેલી મેમરી અને માઈક્રો કંટ્રોલરની પ્રક્રિયા સમજાવતો રિપોર્ટ 15 દિવસમાં રજૂ કરવા આદેશ છે.

એડીઆરે કરી આ માગ

એડીઆર વતી હાજર એડવોકેટ પ્રશાંત ભુષણે જણાવ્યું કે, અમે માંગ કરી રહ્યા છીએ કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ECI એ જે પ્રક્રિયા અપનાવવાની જરૂર છે તે તેમના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ સાથે સુસંગત હોય. અમે ઇચ્છીએ છીએ કે કોઈ વ્યક્તિ EVM ના સોફ્ટવેર અને હાર્ડવેરની તપાસ કરે જેથી તે જોઈ શકે કે સોફ્ટવેર અને હાર્ડવેરમાં કોઈ છેડછાડ થઈ છે કે નહીં. ચૂંટણી પંચને ઈવીએમની મેમરી તથા ગાઈડલાઈન્સ રજૂ કરવાની અરજી કરી છે. 

ચીફ જસ્ટિસે કર્યા સવાલ

ચીફ જસ્ટિસે ચૂંટણી પંચના અધ્યક્ષ સંજીવ ખન્નાએ સવાલ કર્યો કે, "એકવાર મત ગણતરી થઈ જાય, પછી શું પેપર ટ્રેલ ત્યાં જ હોય કે તેને બહાર કાઢવામાં આવશે?" જેનો જવાબ આપતાં ભૂષણે કહ્યું કે, ઈવીએમને પણ સાચવવાનું હોય છે, જેથી કદાચ પેપર ટ્રેલ તેમાં જ હોવુ જોઈએ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશને અનુસરતા કહ્યું કે,  "અમે નથી ઈચ્છતા કે, મત ગણતરી દરમિયાન કોઈ ખલેલ પડે (અગાઉના આદેશ દ્વારા). બીજી તરફ અમે ઇચ્છતા હતા કે જો કોઈને શંકા હોય તો એન્જિનિયરિંગની મદદથી જાણી શકાય કે, તેમાં ચેડાં થયા છે કે નહીં.

Related News

Icon