Home / India : why did the Supreme Court slam the Yogi government?

'તમે ફરિયાદી નહીં પણ પજવણી કરનારા છો...', સુપ્રીમ કોર્ટે યોગી સરકારને કેમ ઝાટકી ?

'તમે ફરિયાદી નહીં પણ પજવણી કરનારા છો...', સુપ્રીમ કોર્ટે યોગી સરકારને કેમ ઝાટકી ?

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉત્તરપ્રદેશ સરકારની એન્ટિ ગેંગસ્ટર્સ લો હેઠળ અરજદારો સામે યોગ્ય રીતે કાર્યવાહી ન કરવા બદલ ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ત્યાં સુધી જણાવ્યું હતું કે તમે ફરિયાદ કરનાર નહીં પણ પજવણી કરનાર છો.ન્યાયાધીશ બી આર ગવઈ અને કે વિનોદ ચંદ્રની બેન્ચે રાજ્યે આરોપીઓમાં એક દાખલ કરેલા સોગંદનામામાં સવાલ ઉઠાવ્યો હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સોગંદનામા સામે સવાલ

આ સોગંદનામા સામે તેમણે સવાલ કર્યો હતો કે શામાટે તમેની સામેના કેસો ફગાવી ન દેવામાં આવે અથવા તેને નિર્દોષ છોડવામાં ન આવે. તમે અહીં એવા કેસો પણ સમાવ્યા છે જે રદ કરાયા છે અને ક્યાં તો નિર્દોષ છોડાયો છે. શું આ તમારી મોડસ ઓપરેન્ડી છે, આવું હોય તો તમને કાર્યવાહી કરનાર નહીં પણ પજવણી કરનાર કહી શકાય. 

ચારને જામીન

તેના પછી કોર્ટે ઉત્તરપ્રદેશ ગેંગસ્ટર્સ એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન) એક્ટ ૧૯૮૬ હેઠળ આરોપોનો સામનો કરી રહેલા ચાર જણને જામીન આપ્યા હતા. બેન્ચે યુપી સરકારને પૂછયુ હતું કે શું અરજદારને કેટલાક કિસ્સામાં જામીન પર છોડવામાં આવ્યો છે અને જો કેટલીક કાર્યવાહી રદ કરવામાં આવી હોય તો તેને છોડી દેવો જોઈએ. તમને તે જરુરી નથી લાગતું કે તમે કોર્ટ સમક્ષ વાસ્તવિક હકીકતનું નિરુપણ કરો.આરોપીઓએ અલ્હાબાદ હાઇકોર્ટે નવેમ્બર ૨૦૨૪માં તેમની જામીન અરજી રદ કરી તેને સુપ્રીમકોર્ટમાં પડકારી હતી. આરોપીઓના વકીલે જણાવ્યું હતું કે તેમના સીલ ભાઈઓ છે અને તેમના પર ૨૦૧૭ પછી કેસ કરવામાં આવ્યો હતો, તે સમયે તેમના પિતા રાજકીય પક્ષના વિધાનસભા પરિષદના સભ્ય હતા. 

એકમાં જામીન તો બીજી એફઆઈઆર

તેમણે જણાવ્યું હતું કે રાજ્યએ આ કિસ્સામાં એવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે કે અરજદારને એક કેસમાં જામીન મળે તો તેની સામે બીજા કેસમાં એફઆઇઆર દાખલ કરી દેવામાં આવે છે. આમ અરજદારને રાહત મળે તેવો કોઈ રસ્તો ખુલ્લા રાખવામાં આવતો નથી. રાજ્યના જ સોગંદનામામાં જણાવાયું છે કે અરજદારોમાં એકની સામે ૨૮ એફઆઇઆર છે અને બીજા સામે ૧૫ એફઆઇઆર છે. 


Icon