Home / India : He lost by betting his wife in gambling.. Know the pain of the victim.

કળયુગી પાંડવ ! જુગારમાં પત્નીને દાવ પર લગાવી હારી ગયો.. જાણો પીડિતાની વ્યથા

કળયુગી પાંડવ ! જુગારમાં પત્નીને દાવ પર લગાવી હારી ગયો.. જાણો પીડિતાની વ્યથા

મહાભારતમાં પાંડવોએ જુગારમાં દ્રૌપદીને દાવ પર લગાવી હતી, અને હારી ગયા હતા. આ વાતથી સૌ વાકેફ છે. પરંતુ કળયુગમાં પણ આવો પતિ છે જે પોતાની પત્નીને જુગારમાં દાવ પર લગાવીને હારી ગયો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મધ્યપ્રદેશના છતરપુરમાં એક જુગારી પતિએ પોતાની પત્નીને દાવ પર લગાવી હતી. અને પછી તેની પત્નીને જુગારમાં હારી ગયો. જે પછી તે તેની પત્ની પાસે ગયો અને પૈસા માંગવા લાગ્યો. જ્યારે મહિલાએ તેને પૈસા આપવાની ના પાડી તો તેણે તેને માર મારવાનું શરૂ કરી દીધું. પતિ દ્વારા કરવામાં આવતા ત્રાસને કારણે મહિલાના ગુપ્ત ભાગોમાં ઇજા પહોંચી છે. પીડિત મહિલા ઘાયલ હાલતમાં એસપી ઓફિસ પહોંચી અને ન્યાય માટે અપીલ કરી.

ગુલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી મહિલાએ કહ્યું, “મારા પતિ જુગાર રમવાના વ્યસની છે. તે લગભગ દર બીજા દિવસે જુગાર રમવા જાય છે અને ઘરમાંથી કોઈને કોઈ વસ્તુ હારીને આવે છે. આ વખતે મારા પતિએ મને જ જુગારમાં દાવ પર લગાવી દીધી હતી. અને હારી ગયા."

મારી સાથે રહેવું હોય તો પૈસા ચૂકવવા પડશે

પીડિતાના કહેવા મુજબ, "મારા પતિએ કહ્યું કે જો તું મારી સાથે રહેવા માંગે છે, તો તારે પૈસા ચૂકવવા પડશે." જ્યારે મેં તેને પૈસા આપવાની ના પાડી, ત્યારે તેણે તેના પરિવારના સભ્યો સાથે મળીને તેના કપડાં ઉતારી નાખ્યા અને આખી રાત તેને માર માર્યો, જેના કારણે તેના ગુપ્ત ભાગોમાં ઈજા થઈ. જ્યારે પીડિત મહિલા એસપી ઓફિસ આવી ત્યારે તે બરાબર ચાલી પણ શકતી ન હતી.

બીજી તરફ, મહિલાના આરોપો અને ફરિયાદના આધારે, પોલીસે આરોપી પતિ સહિત ત્રણ લોકો સામે હુમલાની કલમો હેઠળ કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Related News

Icon