ભારત ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા બુધવારે એટલે કે આજે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે રવાના થઈ રહ્યા છે. રાકેશ શર્માના 1984ના મિશન પછી તેઓ ISS ની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અને અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. ભારતના શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઈને Axiom-4 મિશન આજે બપોરે લગભગ 12 વાગ્યે કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્સ 39Aથી ઉડાન ભરવાનું છે. 28 કલાકની મુસાફરી પછી, અવકાશયાન ગુરુવારે બપોરે 04:30 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સાથે ડોક થવાની ધારણા છે.

