લગભગ 200 વર્ષની ગુલામી બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ હતો. લોકો સર્વત્ર ખુશીની ઉજવણી કરી રહ્યા હતા. જોકે, દેશનો એક ભાગ એવો હતો જ્યાં આઝાદીનો આનંદ આખા દિવસ પછી આવ્યો. તેનો અર્થ એ છે કે, દેશના આ ભાગમાં 15 ઓગસ્ટ નહીં પણ 16 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ આજે પણ અહીંના લોકો 16 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવે છે. આ સાથે ભારતમાં આ જગ્યા ક્યાં છે તે પણ જાણીશું.

