વિદેશમંત્રી એસ. જયશંકર પાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે ઈસ્લામાબાદ ગયા હતા. વિદેશમંત્રીએ છેલ્લા બે દિવસમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર સાથે વાતચીત કરી છે, પરંતુ બંને દેશો વચ્ચે કોઈ ઔપચારિક બેઠક નથી થઈ. આ સાથે જ લગભગ 9 વર્ષ બાદ કોઈ ભારતીય વિદેશ મંત્રીની પાકિસ્તાન યાત્રા સંપન્ન થઈ છે.

