
કર્ણાટક રાજ્યના હુબલીમાં પાંચ વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. રિપોર્ટ અનુસાર, આરોપીએ માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, હુબલીના અશોકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની અને બાળકીનો મૃતદેહ એક નિર્જન ઈમારતમાં મળ્યો હતો.
પીડિત બાળકીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. વિસ્તારના લોકોમાં આ ઘટનાથી રોષ ફેલાયો અને તેઓ મોટી સંખ્યામાં અશોક નગર પોલીસ સ્ટેશન સામે એકઠા થયા. ટોળાએ બાળકીને ન્યાય અપાવવાની માંગ કરતા પ્રદર્શન શરૂ કર્યું.
હુબલી-ધારવાડના પોલીસ કમિશનરે બાળકીના માતા-પિતાની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાળકીની મા એક ગૃહિણી છે અને બ્યૂટી પાર્લરમાં સહાયક તરીકે કામ કરે છે. તેના પિતા એક પેઈન્ટર તરીકે કામ કરે છે. બાળકીના માતા વિસ્તારના ઘરોમાં કામ કરે છે. જેથી તે પોતાની સાથે લઈ ગઈ હતી. એક અજાણ્યા વ્યકિત ત્યાંથી બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો. શોધખોળ કરતા બાળકીના ઘરની સામે આવેલા એક હંગામી મકાનના સ્નાન ઘરમાં મળી, બાળકીને તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.