મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરામાં તમામ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવને સ્થિર કરવાનું આશ્વાસન આપ્યું છે. આ સાથે જ ઠાકરેએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં અદાણી ગ્રુપને આપવામાં આવેલા ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને પણ રદ કરી નાખવાનો વાયદો કર્યો છે. ઠાકરેએ કહ્યું કે, મોટા ભાગના ચૂંટણી વાયદા વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)ના ચૂંટણી ઢંઢેરાનો હિસ્સો છે, પરંતુ કેટલાક મુદ્દા છે જેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે.

