Home / India : Many trains coming to Mahakumbh/Prayagraj diverted, special trains cancelled

મહાકુંભ/ પ્રયાગરાજ આવતી અનેક ટ્રેન કરાઇ ડાયવર્ટ, સ્પે. ટ્રેનો પણ આગામી આદેશ સુધી રદ

મહાકુંભ/ પ્રયાગરાજ આવતી અનેક ટ્રેન કરાઇ ડાયવર્ટ, સ્પે. ટ્રેનો પણ આગામી આદેશ સુધી રદ

મહાકુંભમાં શાહી સ્નાન પહેલા થયેલી ભાગદોડ બાદ, રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. રેલ્વેએ પ્રયાગરાજ આવતી સ્પેશિયલ ટ્રેનો રદ કરી દીધી છે. ચંદૌલીથી પ્રયાગરાજ જતી ખાસ ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય આગામી આદેશો સુધી અમલમાં રહેશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિવિધ રૂટ પર દોડતી કુંભ મેળાની ટ્રેનોનું સંચાલન રાબેતા મુજબ ચાલુ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ આવતી કુંભ મેળાની ખાસ ટ્રેનો રોકવામાં આવી છે. પરંતુ નિયમિત ટ્રેનો દોડી રહી છે. 

પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલ્વે ડિવિઝનના વાણિજ્યિક મેનેજર મનીષ કુમારે જણાવ્યું હતું કે, આગામી આદેશો સુધી સ્પેશિયલ ટ્રેનનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. કુંભ મેળાની ખાસ ટ્રેનો હાલ પૂરતી બંધ રહેશે. નિયમિત ટ્રેનો દોડતી રહેશે. પ્રયાગરાજમાં ભારે ભીડને કારણે, ખાસ ટ્રેનને રોકવામાં આવી છે.

વહીવટીતંત્ર એલર્ટ મોડમાં

બીજી તરફ, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. પ્રયાગરાજ જંકશન પર રેપિડ એક્શન ફોર્સ (RAF) અને પોલીસ દળની તૈનાતી વધારવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મૌની અમાવસ્યા સ્નાન માટે આવતા શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે સંગમ પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં, મહાકુંભ દરમિયાન 13 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. મૌની અમાવસ્યાના અવસર પર, લગભગ 10 કરોડ ભક્તો પવિત્ર સ્નાન માટે પહોંચ્યા છે. નિવેદન અનુસાર, 25 જાન્યુઆરીથી, દરરોજ લગભગ એક કરોડ યાત્રાળુઓ મહાકુંભમાં આવવા લાગ્યા છે. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની સલામતી અને સરળ સ્થળાંતર સુનિશ્ચિત કરવા માટે, પ્રયાગરાજ રેલ્વે વિભાગે શહેરના તમામ સ્ટેશનો માટે એક ખાસ યોજના અને કેટલાક નિયંત્રણો લાગુ કર્યા છે. 

આરક્ષિત મુસાફરો, જેમણે પહેલાથી જ ટિકિટ બુક કરાવી લીધી છે, તેમને શહેરની બાજુમાં આવેલા ગેટ નંબર પાંચથી અલગથી પ્રવેશ આપવામાં આવશે. જ્યારે અનરિઝર્વ્ડ મુસાફરોને દિશા મુજબ રંગ કોડેડ આશ્રયસ્થાનો દ્વારા પ્રવેશ આપવામાં આવશે.

નિવેદન અનુસાર, ટિકિટ માટે આશ્રયસ્થાનો પર બિનઅનામત ટિકિટ કાઉન્ટર, એટીએમ અને મોબાઇલ ટિકિટિંગની વ્યવસ્થા હશે. ભીડના વધારાના દબાણને નિયંત્રિત કરવા માટે, ખુસરો બાગમાં એક લાખ લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

Related News

Icon