
મહાકુંભના બીજા અમૃત સ્નાન ઉત્સવ, મૌની અમાવસ્યાના દિવસે સંગમ ખાતે નાસભાગ મચી ગઈ હતી. 10 થી વધુ લોકોના મોતના અહેવાલો છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પરંતુ અત્યારે પણ મેળા વિસ્તારમાં બધે જ ભીડ જોવા મળે છે. વહીવટીતંત્ર લોકોને સતત અપીલ કરી રહ્યું છે કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે. પરંતુ ભીડ સતત ગંગા તરફ આગળ વધી રહી છે, જેના કારણે વહીવટીતંત્ર મુશ્કેલીમાં મુકાયેલું લાગે છે. ઘણા સંતોએ ભક્તોને પોતાના સ્થાન પર રહેવા અને અહીં-ત્યાં ન જવાની અપીલ પણ કરી છે. લોકોને શાંતિ જાળવવાની પણ અપીલ કરવામાં આવી છે.
પીએમ મોદીએ સીએમ યોગી સાથે વાત કરી
ઘટના બાદ પીએમ મોદીએ સીએમ યોગી સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પીએમ મોદીએ ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાના નિર્દેશો આપ્યા છે.
બધે જ ભીડ છે
વહીવટીતંત્ર લોકોને અપીલ કરી રહ્યું છે જે જયાં છે ત્યાં જ રહે
અખાડા પરિષદે મહાકુંભમાં આજના અમૃત સ્નાનને રદ કર્યું
મહાકુંભમાં સંગમ સ્થળે થયેલી ભાગદોડ બાદ, અખાડા પરિષદે તમામ 13 અખાડાઓના આજના અમૃત સ્નાનને રદ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. તેમની સારવાર મેળા વિસ્તારના સેક્ટર 2 સ્થિત સેન્ટ્રલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
અકસ્માત કેવી રીતે થયો?
મળતી માહિતી મુજબ, આ અકસ્માત રાત્રે 2 વાગ્યે થયો હતો. સંગમ નજીક બેરીકેડ તૂટવાથી નાસભાગ મચી ગઈ હતી, ત્યારબાદ આ અકસ્માત થયો હતો. ઘાયલોને મેળા વિસ્તારના સેક્ટર 2 સ્થિત સેન્ટ્રલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં લગભગ ૧૫ કરોડ લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે. આજે એટલે કે બુધવારે મૌની અમાસ પર 10 કરોડથી વધુ ભક્તો આવવાની અપેક્ષા હતી. દરમિયાન, આ અકસ્માતે પરિસ્થિતિ કંઈક અંશે બદલી નાખી છે.