મુકેશ અંબાણીએ પરિવાર મહાકુંભ નગરીમાં પહોંચી ગયા છે. મુકેશ અંબાણી અને તેમની માતા કોકિલાબેન અંબાણીએ સંગમમાં ડૂબકી લગાવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંબાણી પરિવારના 11 સભ્યો મહાકુંભમાં સ્નાન કરવા પહોંચ્યા છે. મુકેશ અંબાણીનો મોટો દીકરો, પુત્રવધૂ આકાશ અને શ્લોકા, નાના દીકરા અનંત અને રાધિકા પણ આવી ગયા છે.
મહાકુંભ ખાતે માઘી પૂર્ણિમાની પૂર્વસંધ્યાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હેલિકોપ્ટર દ્વારા સંગમ સ્થાને પહોંચ્યા હતા. હેલિપેડથી કાર દ્વારા સંગમ સ્થાને ક્રૂઝમાં બેસીને ગયા પછી સ્નાન કર્યું હતું. મુકેશ અંબાણીએ સપરિવાર પવિત્ર સ્નાન કર્યું. મુકેશ અંબાણીની બે બહેનોએ પરિવારના અન્ય સભ્યો સાથે પવિત્ર સ્નાન કર્યું.
સમાચાર એજન્સી ANI એ તાજેતરમાં એક વીડિયો બહાર પાડ્યો છે. જેમાં મુકેશ અંબાણી તેમના નાના પુત્ર અનંત અંબાણી સાથે પ્રયાગરાજ પહોંચ્યા છે. એક તરફ મુકેશ અંબાણી સંપૂર્ણપણે સુરક્ષિત છે, તો બીજી તરફ મોટી ગાડીઓનો કાફલો પણ તેમને લેવા માટે હેલિપેડ પર પહોંચી ગયો છે. જે પછી મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે હેલિપેડમાંથી બહાર નીકળતા બતાવવામાં આવ્યા છે. હવે યુઝર્સે મુકેશ અંબાણીના કુંભમાં આગમન પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. લોકો VVIP સંસ્કૃતિ પ્રત્યે ગુસ્સે છે અને તેઓ કહે છે કે શું 300 કિમી લાંબો ટ્રાફિક જામ ફક્ત જનતા માટે જ છે?
આ વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું... અંબાણીજી, તમે ૩૦૦ કિમી લાંબો ટ્રાફિક જામ આટલી ઝડપથી કેવી રીતે પાર કર્યો. બીજા એક યુઝરે લખ્યું...આખું કુંભ VVIP સંસ્કૃતિનો શિકાર બની ગયું છે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું...અંબાણીજી, અમને પણ સાથે લઈ જાઓ, અમે ત્રણ દિવસથી જામમાં ફસાયેલા છીએ.