
પહેલગામ આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરીને બદલો લઇ લીધો છે. Operation Sindoor હેઠળ કરવામાં આવેલા આ ઓપરેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ કહ્યું કે, દેશ માટે આ ગર્વની ક્ષણ છે.
દેશ માટે ગર્વની ક્ષણ-PM મોદી
પહેલગામ આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપતા ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી હતી. આ Operation Sindoorને લઇને PM મોદીએ કેબિનેટ મંત્રીઓને જાણકારી આપતા સેનાની પ્રશંસા કરી હતી. PM મોદીએ કહ્યું કે આ દેશ માટે ગર્વની ક્ષણ છે. આ સફળ ઓપરેશન માટે કેબિનેટ મંત્રીઓએ PM મોદીને શુભકામનાઓ પણ પાઠવી હતી.
ભારતે એરસ્ટ્રાઇકમાં 90થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા
ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતાં ઓપરેશન સિંદૂર હાથ ધરી 90 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળી ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન અને POKમાં નવ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા છે. આ ઠેકાણાં પર લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, અને હિઝબુલ મુઝાહિદીનના 900 આતંકવાદીઓને ટાર્ગેટ બનાવ્યા હતાં. ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર કરેલી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાને ટાર્ગેટ વિશે વિશ્વસનીય માહિતી હતી, જેના આધારે ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ ઓપરેશનમાં સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. માત્ર આતંકવાદી સંગઠનોને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.