
Strange news: કર્ણાટક રાજ્યમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક પોલીસ સર્ચ ઑપરેશન દરમ્યાન એક રશિયન મહિલા અને બે નાની દીકરીઓ રામતીર્થ પર્વતની ટોચ પર એક દુર્ગમ અને ખતરનાક ગૂફામાં જોવા મળી હતી. પેટ્રોલિંગ દરમ્યાન ગોકર્ણના જંગલમાં એક હંગામી ઘરમાં ત્રણેય વસવાટ કરીને મળી હતી. આ ઘટના 9 જુલાઈએ સાંજે પાંચ વાગ્યે હોવાનું સામે આવ્યું છે.
આધ્યાત્મિક શાંતિ માટે ગૂફા પસંદ કરી
કર્ણાટકના ગોકર્ણના ખતરનાક જંગલમાં રહેલા પર્વતની ટોચ પર રશિયન મહિલા મળી આવતા તેને જણાવ્યું કે, તે આધ્યાત્મિક શાંતિ મેળવવા ગોવાથી કર્ણાટકના ગોવા આવી હતી. ધ્યાન અને પ્રાર્થના કરવા જ તેને આ ગૂફામાં રહેવાનો નિર્ણય કર્યો હતો. આ રશિયન મૂળની મહિલા નીના કટિના જેની ઉંમર 40 છે તે પોતાની બે દીકરીઓ પ્રેમા અને આમાની સાથે રહેતા હતા. જે બાદ પોલીસે પૂછપરછ કરતા પોલીસ અધિકારીઓએ તેની બે પુત્રીઓની સુરક્ષાની ચિંતા થવા લાગી. કારણ કે, આવું વાતાવરણ તેઓ માટે જરાપણ યોગ્ય નહોતું.
https://twitter.com/pramodankolaVK/status/1943910833811337552
પોલીસે આ રશિયન મહિલાને ખૂબ સમજાવી અને પૂરા પરિવાર સહિત પર્વતની નીચે લાવી. મહિલાની વિનંતી પછી તેને કુમટા તાલુકાના બંકીકોડલા ગામમાં રહેલા આશ્રમમાં છોડવામાં આવી. જે એક 80 વર્ષના સ્વામી યોગરત્ના સરસ્વતી ચલાવી રહી હતી.
રશિયન મહિલા નીના પોતાના પાસપોર્ટ અને વિઝા વિશે છુપાવી રહી હતી
આ પછી, જ્યારે અધિકારીઓએ ઊંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે એક મોટી વાત બહાર આવી. નીના પોતાના પાસપોર્ટ અને વિઝા વિશે જણાવવામાં ડરતી હતી. તેણે કહ્યું કે આ બંને વસ્તુઓ જંગલમાં ખોવાઈ ગઈ હતી. બાદમાં, પોલીસે વન વિભાગ સાથે મળીને શોધ શરૂ કરી. આ દરમિયાન, વિઝા અને પાસપોર્ટ બંને મળી આવ્યા હતા.
પોલીસને રશિયન મહિલાના કેસમાં રસ પડયો
પોલીસ દ્વારા આ અંગે સઘન તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેનો વિઝા ફક્ત 2017 સુધી જ માન્ય હતો. આ પછી પણ, તે નેપાળમાં મુસાફરી કરીને ભારત પાછી આવી. વિઝા ઉલ્લંઘનના કેસને ધ્યાનમાં રાખીને, મહિલા અને તેની બે દીકરીઓને કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં કારવાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત મહિલા સ્વાગત કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે.