Home / India : Supreme Court seeks response from Center on PIL to regulate gambling apps

ગેમ્બલિંગ એપ્લિકેશનને રેગ્યુલેટ કરવાની PIL પર કેન્દ્ર પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ

ગેમ્બલિંગ એપ્લિકેશનને રેગ્યુલેટ કરવાની PIL પર કેન્દ્ર પાસે સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ ઓનલાઈન અને ઑફલાઈન ગેમ્બલિંગ એપ્લિકેશનને રેગ્યુલેટ કરવાની માગ કરતી PIL પર કેન્દ્ર પાસે જવાબ માગ્યો છે. બેન્ચે કહ્યું કે, તે કેન્દ્રને પુછશે કે, આ મુદ્દે શું નિર્ણય લઈ શકાય. આ માટે કેન્દ્ર સરકારને નોટિસ આપવામાં આવી છે. આ મામલે એટર્ની જનરલ અને સોલિસિટર જનરલની સહાય પણ માગી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જેમ હત્યા કરવાથી રોકી શકાય નહીં તેમ...

જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, આ મામલે શું કરી શકાય? સૈદ્ધાંતિક રૂપે અમે તમારી સાથે છીએ. પરંતુ તમને ગેરસમજ છે કે, કાયદો બનાવી તેને અટકાવી શકાય. જેમ આપણે લોકોને હત્યા કરતાં અટકાવી શકતા નથી. તેમ કોઈપણ કાયદો લોકોને ગેમ્બલિંગ, સટ્ટાબાજી, જુગાર રમતા અટકાવી શકે નહીં.  જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે કે.એ. પૉલની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી. 

ફરિયાદીએ કર્યો દાવો

ફરિયાદી પૉલે દાવો કર્યો હતો કે, ઓનલાઈન સટ્ટાબાજી સાથે સંકળાયેલી ગેમ્બલિંગ-બૅટિંગ એપના ઉપયોગ બાદ અનેક બાળકોએ આત્મહત્યા કરી લીધી છે. અરજદારે આરોપ મૂક્યો હતો કે, અનેક પ્રભાવશાળી લોકો, અભિનેતા અને ક્રિકેટર ઓનલાઈન એપનો પ્રચાર કરી રહ્યા છે. જેના લીધે બાળકો ગેમ્બલિંગ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. કોર્ટમાં વ્યક્તિગત રૂપે હાજર પૉલે કહ્યું કે, હું અહીં લાખો માતા-પિતા તરફથી પક્ષ રજૂ કરવા આવ્યો છું. જેઓએ છેલ્લા કેટલાક વર્ષમાં પોતાના બાળકો ગુમાવ્યા છે. તેલંગાણામાં 1023થી વધુ લોકોએ આપઘાત કર્યો હતો. કારણકે, તેઓ 25 બોલિવૂડ અને ટોલિવૂડના અભિનેતા-ઈન્ફ્લુએન્સર્સ દ્વારા પ્રચાર કરવામાં આવેલા ગેમ્બલિંગ એપના જાળમાં ફસાયા હતાં. 

ઈન્ફ્લુએન્સર્સ વિરૂદ્ધ એફઆઈઆર

તેલંગાણામાં ઈન્ફ્લુએન્સર્સ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. મૌલિક અધિકારોનું ઉલ્લંઘન બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલે કંઈ ખાસ કરી શકે નહીં, કારણકે તે સમાજની વિકૃત્તિઓ છે. કાયદો બનાવી લોકોને સ્વેચ્છાએ ગેમ્બલિંગમાં ફસાતાં રોકી શકાય નહીં. 

Related News

Icon