
ફાઇટર જેટ રાફેલ બનાવનારી કંપની દસોલ્ટ એવિએશને ભારતની ટાટા ગ્રુપ સાથે મોટી ડિલ કરી છે. દસોલ્ટ એવિએશન હવે ટાટા ગ્રુપ સાથે મળીને ફાઇટર પ્લેન રાફેલની બૉડી ભારતમાં બનાવશે. દસોલ્ટ એવિએશન અન ટાટા ગ્રુપે એક ડિલ પર સાઇન કરી છે.
દસોલ્ટ એવિએશન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડે ભારતમાં રાફેલ યુદ્ધ વિમાનના બોડી પાર્ટના નિર્માણ માટે 4 પ્રોડક્શન ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતિ દેશની એરોસ્પેસ વિનિર્માણ ક્ષમતાઓને મજબૂત કરવા અને ગ્લોબલ સપ્લાય ચેનને મજબૂત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલુ હશે.
આ સુવિધા ભારતના એરોસ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર રોકાણ તરફ દોરી જશે. આ પગલાને ભારતમાં વ્યૂહાત્મક અને લશ્કરી વિમાનોના ઉત્પાદન તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.