પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની તાકાતમાં વધુ એક વધારો થવા જઈ રહ્યો છે. લાંબા સમયની રાહ જોયા બાદ ભારતીય સેનાને અપાચે લડાકુ હેલિકોપ્ટરનો પહેલી બેચ મળવા જઈ રહી છે. જે ટૂંક સમયમાં ડિલિવર થશે. જેના કારણે સેનાની તાકાત પહેલાની તુલનાએ નોંધપાત્ર રીતે વધારો થશે અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશો માટે ખતરો વધશે. તેમજ આ હેલિકોપ્ટરોને પાકિસ્તાનની પશ્ચિમી સરહદ પર તહેનાત કરવામાં આવશે, જેના કારણે પાકિસ્તાન હંમેશા નિશાના પર રહેશે. હાલમાં આ અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ અમેરિકા, ઈઝરાયલ જેવા દેશોની સેનાઓ કરી રહી છે.

