કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાક મુદ્દે સુપ્રીમમાં એફિડેવિડ દાખલ કરી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે ટ્રિપલ તલાક સમાજમાં વૈવાહિક વ્યવસ્થા માટે ખતરનાક છે. મુસ્લિમ મહિલાઓની સ્થિતિને દયનીય બનાવે છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, મુસ્લિમ સમુદાયમાં પ્રચલિત ટ્રિપલ તલાક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો 2017નો આદેશ પણ તલાકના કેસોને ઘટાડવામાં સક્ષમ નથી. આવી સ્થિતિમાં તેનું અપરાધીકરણ કરવું જરૂરી છે.

