
Existential Crisis: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી ટેરિફ નીતિથી દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પનો આ નિર્ણય ભારતના આઈટી ક્ષેત્રે સંકટ પેદા કરી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ અનુચિત વેપાર બતાવી ભારત પર નવા ટેરિફ લાદ્યા છે. નવા પગલાંમાં બધા દેશો પર 10% બેઝલાઇન ટેરિફ અને યુએસમાં આયાત થતા ભારતીય માલ ઉપર 26% ટેરિફનો સમાવેશ થાય છે.
રોઝ ગાર્ડન ખાતે આયોજિત "મેક અમેરિકન વેલ્થી અગેઇન" કાર્યક્રમમાં ટ્રમ્પે ભારતની વેપાર નીતિઓની ટીકા કરી. તેમણે કહ્યું, "ભારત ખૂબ જ કઠોર દેશ છે. પ્રધાનમંત્રી હમણાં જ આવીને ગયા. તે મારા ખૂબ સારા મિત્ર છે, પરંતુ અમારી સાથે યોગ્ય વર્તન નથી કરી રહ્યા. તેઓ આપણી પાસેથી 52 ટકા ડ્યુટી વસૂલ કરે છે અને આપણે તેમની પાસેથી કંઈ વસૂલતા નથી.
https://twitter.com/OdiSriUS/status/1898528387926216929
ટેરિફ અનિશ્ચિતતા વચ્ચે IT ક્ષેત્રમાં ભરતીમાં મંદી
અમેરિકાની ટેરિફ નીતિથી ભારતીય IT ક્ષેત્રને મોટી અસર થઈ શકે છે. ભારતનો મોટા ભાગની આઈટી કંપનીનો વેપાર અમેરિકા સાથે મોટા પ્રમાણમાં છે. આજે ટેરિફ લાગુ પડતાં જ આઈટી અને ઓટો સેક્ટરની કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતનું IT ક્ષેત્ર - જે અમેરિકામાં સૌથી વધુ નિકાસકાર ગણા છે. જેને મંદીનો ભોગ બની રહ્યું છે. આર્થિક અનિશ્ચિતતા અને ટેરિફ-સંબંધિત ખર્ચમાં વધારાને કારણે જો યુએસ ગ્રાહકો ખર્ચમાં ઘટાડો કરે તો આ ક્ષેત્ર પહેલાથી ટેરિફ અને આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. તેમાં વધુ મંદીનો સામનો કરવો પડી શકે છે.
એમકે ગ્લોબલના 25 માર્ચના અહેવાલ મુજબ, 25% ટેરિફ ભારતના GDPમાંથી $31 બિલિયનનો ઘટાડો કરાવી શકે છે. જે દેશના કુલ GDPના આશરે 0.72% છે. આ અસર ખાસ કરીને ચિંતાજનક છે કારણ કે અમેરિકામાં સૌથી વધુ ભારતીય વસ્તુઓની નિકાસ થાય છે. ભારતમાંથી નાણાકીય વર્ષ 2024 માં 77.5 બિલિયન ડોલરની નિકાસ થઈ છે.
શું આનાથી ભારતમાં સૌથી મોટી IT છટણી થઈ શકે છે?
ઉદ્યોગ જગતના માંધાતાએ સંભવિત નોકરી ગુમાવવા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આઇટી ઉદ્યોગસાહસિક રાકેશ નાયકે આઈટી ક્ષેત્ર માટે ભવિષ્યનું ભયાનક ચિત્ર રજૂ કર્યું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "જો ટ્રમ્પ ભારતમાંથી આયાત થતા સોફ્ટવેર પર 20% ટેરિફ લાદશે તો અમારી પાસે ભારતમાં અમારા બધા કર્મચારીઓને છટણી કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. અમારા 16 વર્ષના ઇતિહાસમાં આ પહેલી છટણી હશે.
રિપોર્ટ અનુસાર, IT સેવાઓમાં માર્ચમાં ભરતી સ્થિર રહી છે. નોકરી જોબસ્પીક ઇન્ડેક્સમાં માર્ચ 2025માં વાર્ષિક ધોરણે 2.5% અને માસિક 8% જોબદર ઘટ્યો છે. BPO/ITES ક્ષેત્રમાં પણ વાર્ષિક ધોરણે 7.5%નો ઘટાડો થયો છે. જે IT જોબ માર્કેટમાં રિકવરીમાં સ્થગિતતાને પ્રતિબિંબિત કરે છે. કંપનીઓ કર્મચારીઓની સંખ્યા વધારવાને બદલે કાર્યબળના ઉપયોગને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેને પગલે ભરતીમાં જરૂરિયાત મુજબ ભરતી થવાની અપેક્ષા રહેશે.
યુએસ ટેરિફ અંગેની અનિશ્ચિતતા અને મંદી કે મંદીના ભયને કારણે, ઘણી આઇટી કંપનીઓ વિવેકાધીન ખર્ચ અને નવી ભરતી અંગે સાવધ છે. TCS, ઇન્ફોસિસ અને વિપ્રો જેવી મોટી કંપનીઓએ તેમની ખર્ચ ઑપ્ટિમાઇઝેશન વ્યૂહરચનાના ભાગ રૂપે ફ્રેશર્સને પ્રાથમિકતા આપી છે. નાણાકીય વર્ષ 26માં અનુક્રમે 40,000, 20,000 અને 10,000થી 12,000 ફ્રેશર્સને નોકરી પર રાખવાની યોજના જાહેર કરી છે.